કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તે બાબતે નિષ્ણાંતો અલગ અલગ ધારણાઓ કરી રહ્યા છે. હવે કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડોક્ટર વી.કે. પોલ કહી રહ્યા છે કે ત્રીજી લહેર ક્યારે આવશે તે બાબતે કોઈ સ્પષ્ટ સમય અત્યારે જણાવી ના શકાય. આ પહેલા રવિવારના રોજ કોવિડ વર્કિંગ ગ્રુપના ચીફ ડોક્ટર એન.કે.અરોરાએ ૬-૮ મહિનામાં કોરોનાની બીજી લહેર આવશે તેવું અનુમાન કર્યુ હતું. કેન્દ્ર સરકારના અધિકારીઓના નિવેદનોને કારણે ત્રીજી લહેર બાબતે મૂંઝવણ વધી રહી છે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે.પોલે કહ્યું કે, ત્રીજી લહેર ક્યારે આવશે તે માટે કોઈ તારીખ જણાવવી યોગ્ય નથી. વાયરસનો વ્યવહાર અનિશ્ચિત છે. એક અનુશાસિત અને અસરકારક પ્રતિક્રિયા સંભવિત ત્રીજી લહેરને રોકી શકે છે. કોઈ પણ લહેરનો વ્યાપ અનેક ફેક્ટર્સ ઉપર ર્નિભર કરે છે, જેમ કે કોરોનાને લગતી ગાઈડલાઈન્સનં પાલન, ટેસ્ટિંગ- કન્ટેન્મેન્ટને લઈને નીતિ અને વેક્સિનેશનની ઝડપ. આ સિવાય વાયરસનો અનિશ્ચિત વ્યવહાર પણ મહામારીની દિશા અને દશા બદલી શકે છે. ડોક્ટર પોલે જણાવ્યું કે, નવી લહેર આવશે કે નહીં તે આપણા પર ર્નિભર કરે છે. કોરોનાની બીજી લહેરની પીકમાં દરરોજ ચાર લાખ નવા કેસ આવતા હતા, હવે સંખ્યા ઘટીને ૫૦,૦૦૦ થઈ ગઈ છે. ધીરે ધીરે પાબંદીઓ હટાવવામાં આવી રહી છે. જાે આપણે કોરોનાના નિયમોનું પાલન કરીશું તો કોઈ પણ લહેરને રોકી શકીએ છીએ. આ પહેલા કોવિડ વર્કિંગ ગ્રુપના ચીફ ડોક્ટર એન.કે.અરોરાએ કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર ૬-૮ મહિનામાં આવી શકે છે. તેમણે આઈસીએમઆરના એક અભ્યાસના સંદર્ભમાં આ દાવો કર્યો હતો. તેમનું કહેવુ હતું કે ત્રીજી લહેરમાં ઓછામાં ઓછો છ મહિનાનો સમય છે. આપણી પાસે મોટી સંખ્યામાં લોકોને રસી મુકવાનો સમય છે. થોડા દિવસ પહેલા એઈમ્સના ચીફ ડોક્ટર ગુલેરિયાએ ત્રીજી લહેર ૬-૮ મહિનામાં આવશે તેવું અનુમાન લગાવ્યુ હતું. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાબતે ડોક્ટર પોલે કહ્યું કે, એવું કોઈ પ્રમાણ નથી કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વધારે સંક્રામક છે અને વેક્સિનની અસરને ઓછું કરે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ડેલ્ટાનું મ્યુટેશન છે. આના વિષે અત્યારે માત્ર પ્રાથમિક જાણકારી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મેડિકલ નિષ્ણાંતોને કોરોના વાયરસ મહામારીની સંભવિત ત્રીજી લહેર વિષે ભયનો માહોલ ઉભો ના કરવાનો અનુરોધ કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews