લોકો લોકડાઉનની લાંબી સમયવિતી ગયા બાદ રવિવારની રજાના સમયમાં અંબાજી, માંડવી, સાપુતારા કડી, ગળતેશ્વર, સરદાર સરોવર, સોમનાથ, સાસણ, પાવાગઢ વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં પર્યટકો લોકો ઉમટી પડ્યા હતા. શહેરી કે ગ્રામીણ ધાર્મિક સ્થળો કે પછી મહત્ત્વના પ્રવાસન સ્થળો હોય. મોટા ભાગના સ્થળે સામાજિક અંતરનો છેદ ઉડાવી લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોવાના લીધે કોરોનાનું સંક્રમણ ફેલાવાની ભીતિ સતત મંડરાતી રહેતી હોય છે. હાલમાં અનલોક બાદ સરદાર સરોવર ડેમ, સોમનાથ, બહુચરાજી, અંબાજી, સાપુતારા સહિતમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડયા હતા. શનિ-રવિ રજામાં મોટા ભાગના લોકોએ પર્યટન સ્થળોએ સામાજિક અંતર ન રાખવું, માસ્ક ન પહેરવું વગેરે કાયદાનો ભંગ કરીને મોજ મજા માણી હતી. આવી બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને આરામથી આમંત્રણ આપી શકાય છે. કહેવાય છે કે, ત્રીજી લહેર એ મોટેભાગે ડેલ્ટા પ્લસ વાયરસ ફેલાવવા સ્વરૂપે જાેવા મળશે.
પર્યટન સ્થળો ઉપર સંક્રમણ અટકાવવા કેવા પગલા લેવા જરૂરી
કોરોનાના બીજી લહેર બાદ ભારે હાલાકી પછી લોકોમાં હજુ આ મહામારીને લઇ સ્વજાગૃતિ અંગે જાેઇએ તેટલી સભાનતા જાેવા ન મળતી હોવાના લીધે આવા પ્રકારના કડક આદેશ જારી કરવા અતિ જરૂરી બની ગયા હોવાનું દેખાઇ રહ્યું છે. એ નોંધનીય છે કે, હરવા-ફરવાનાં સ્થળો ઉપર લોકોની ભીડ ઊમટે તો કોરોના સંક્રમણ અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ચિંતા વધારશે તેવી ભીતિ વચ્ચે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પ્રવાસન સ્થળો એ ફરજિયાત વેક્સીનેશન કેન્દ્રો ઉભા કરવા જાેઈએ. જેથી મુલાકાતીઓને વેક્સિનનો લાભ મળી શકે અને કોરોના સંક્રમણ ઘટી શકે. પ્રવાસન સ્થળો ઉપર લોકોના આવાગમન ઉપર લગામ મૂકવાના પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવે તે પ્રવર્તમાન સ્થિતિને લઇ ? અતિ જરૂરી બની ગયું છે. આવનારા તમામ ધાર્મિક તહેવારોને ધ્યાને લઇ અન્ય જિલ્લામાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંક્રમણના પ્રસરાવને અટકાવવા માટે પ્રતિબંધાત્મક આદેશો ખુબ જરૂરી છે.
શું છે ડેલ્ટા પ્લસ વેરીયન્ટ
ડેલ્ટા પ્લસ વેરીયન્ટ નામ વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપ્યું છે. સૌપ્રથમ જેનેટિક ડેલ્ટા પ્લસને AY.1 નામથી ઓળખાયો હતો અને તે સૌપ્રથમ માર્ચ મહિનામાં યુરોપના દેશોમાં જાેવા મળ્યો હતો. એપ્રિલ માસમાં પાંચ કેસ નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોના વાયરસના એક અલગ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવ્યો છે. તેવા કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા કે અન્ય વેરિએન્ટથી અલગ રીતે વર્તે છે. વર્તમાન સમયમાં આ ડેલ્ટા પ્લસ વાયરસ અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને બીજી લહેર નબળી પડી રહી છે ત્યારે કોરોનાના આ નવા વેરીયન્ટ ડેલ્ટા પ્લસના વધતા જતા કેસોએ ચિંતા ફેલાવી દીધી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કોરોનાના ત્રીજા માટે આધાર ઉપર જ જવાબદાર બનશે.
કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે. ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને તળિયે પહોંચી ગયા છે. ત્યારે કર્ફ્યુ સહિતના મુદ્દે સરકારે થોડી છૂટછાટ આપી છે ત્રીજી આવવાની સંભાવના વૈજ્ઞાનિક વ્યક્ત કરી છે પરંતુ છૂટછાટનો લાભ લઈને લોકો વિવિધ પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં બાળકો સાથે ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં લોકો વિવિધ પર્યટન સ્થળોએ ટોળા સ્વરૂપે ભેગા થાય છે તે શું કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી છે ? આવા સ્થળોએ જવા માટે મોટાભાગના આર્થિક રીતે સાધન-સંપન્ન વર્ગ જતા હોય છે અને તેઓ સંક્રમણ ફેલાવવા માટે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ ઉપર સરકારે બમણો ટેક્ષ નાખવો જાેઇએ અને એ ટેક્સની આવક દ્વારા રાજ્ય કે દેશનો વિકાસ કરવો જાેઈએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews