માંગરોળ : હત્યા કેસનાં આરોપીની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ

0

માંગરોળના એક યુવાને વર્ષ ૨૦૧૨માં તેની પત્નીની છાતીમાં છરી ખોસી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં તે શરૂના જંગલમાંથી મળી આવ્યો હતો. પણ તેની માનસિક સ્થિતી સારી ન હોઇ તે હવે સ્વસ્થ થયા બાદ તેની સામેની ટ્રાયલ ૯ વર્ષે શરૂ થનાર છે. માંગરોળના જયેશ રામજીભાઇ મોતીવરસ નામના શખ્સે વર્ષ ૨૦૧૨ માં પોતાની પત્નીની છાતીમાં છરી ખોસીને હત્યા કરી નાંખી હતી. બાદમાં તે શરૂના જંગલમાંથી પકડાયો હતો. અને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ છેલ્લા ૯ વર્ષથી જેલ હવાલે છે. જાેકે, તેને સ્ક્રીઝોફેનિયા નામની માનસિક બિમારી હોઇ તેની સામેની ટ્રાયલ શરૂ કરી શકાઇ નહોતી. આથી તેની સારવાર પણ ચાલી રહી હતી. દરમ્યાન હવે તે માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયો હોવાથી તેની સામેની ટ્રાયલ શરૂ કરવાનો કેશોદના બીજા એડી. ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ ડો. સુચિત ડી. દવેએ હુકમ કર્યો હતો. આ કેસમાં ખાસ સરકારી વકીલ દિપક ઠાકરે તેની જામીન અરજીનો વિરોધ કરતાં કોર્ટે તે ફગાવી દીધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!