ગિરનાર ઉપર આવેલ ધાર્મિક ક્ષેત્રો અંબાજી, દતાત્રેય મંદિર, કમંડળ કુંડમાં પાંચ દિવસથી અંધારપટ્ટ

0

ગિરનાર પર્વત ઉપરના મંદિરોમાં પીજીવીસીએલના લાઇટના ધાંધીયાથી ભારે રોષ ફેલાયો છે. આ મામલે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર, કમંડળ કુંડ, ગોરખનાથ અને છેક દતાત્રેય સુધી લાઇટના ભારે ધાંધીયા રહે છે. છેલ્લા ૬ દિવસથી અહિં અંધારપટ્ટ છે.  આ મામલે અનેક વખત રજૂઆત છત્તાં પીજીવીસીએલના કર્મીઓ રિપેરીંગ માટે આવતા નથી. વર્ષમાં ૬ મહિના તો ગિરનાર પર્વત ઉપર લાઇટો ચાલુ થતી જ નથી. ત્યારે યોગ્ય કર્મીઓની નિમણુંક કરી આવા કર્મીના નામ અને નંબર મંદિરોના સંતો, મહંતોને આપવામાં આવે તેવી માંગ છે.  જ્યારે દતાત્રેય પર્વત અને કમંડળ કુંડ ખાતે પીજીવીસીએલના કર્મીઓ રિડીંગ લેવા આવતા નથી અને સમયસર બિલો આપતા નથી. દર વર્ષે મસમોટી રકમ ભરવાની જાણ કરવામાં આવે છે જેથી મુશ્કેલી પડે છે. ત્યારે દર ૨ માસે લાઇટ બિલ મળે તેવી પણ વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!