ઓખા બેટ દ્વારકામાં ૧૮+  વેકસીનેશન સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

0

દેશના છેવાડે આવેલ બેટ શંખોદ્વાર ટાપુ વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ સાથે પ્રવાસીઓ માટેનું ઉત્તમ સ્થાન ગણાય છે. અહી ૮૦%  મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. પરંતુ અહી દરેક સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો હિન્દુ-મુસ્લિમ લોકો સાથે મળી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે. બેટ ગામના સુન્ની મુસ્લિમ ભડાલા સમજના મદ્રશામાં ઓખના ડો. નિશાંતભાઇ કોટેચાની ટીમ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ૧૮ ને વેક્સિન અપાય હતી. અહી ગામના યુવાનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ જાેવા મળી હતી. ૨૩૦ ડોઝ ફાળવવામાં આવેલ હતા અને તેને ૧૦૦%  સફળ બનાવ્યો હતો. સાથે ૫૦૦ જેટલા લોકોને ચેકઅપ કરી નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા દ્વારકા જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, બેટ ભાડલા સમાજના પ્રમૂખ કાદર અબુ મલીક, ઉપપ્રમુખ હારૂન જીકર ચંગાડ, મુસ્લીમ બિરાદરો જુનસ આદમ થેમ, બેટ અગ્રણી તરૂણભાઈ પાઢ, ઉમેશભાઈ ભાયાણીએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ઓખા નગરપાલીકા પ્રમૂખ ચેતનભા માણેક, સદસ્ય અમરભાઈ ગાંધી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવિણભાઈ ગોકાણી, રાજુભાઈ કોટક, મનોજભાઈ થોભાણી વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!