કોરોના મંદ પડતા યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો બેફામ ઘસારો

0

દ્વારકા યાત્રાધામમાં હવે ડેસ્ટીનેશન્ટ ટુરીઝમનો પણ ઉમેરો થતાં દર્શનાર્થીઓ અને હરવા-ફરવા માટેના પ્રવાસીઓનો પણ ઉમેરો થયો છે. જેને લઈને કોરોનાની બીજી લહેર પછી દ્વારકામાં શુક્ર-શનિ અને રવિવારની ત્રણ દિવસની રજામાં ખાસ કરીને ગુજરાતના લોકોની ભીડ જાેવા મળી રહી છે. દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસમાં જાેવા મળેલ ટ્રાફિક ઉપરથી સમજી શકાય તેમ છે કે, આવનારા દિવસોમાં યાત્રાધામ અને પ્રવાસન બન્નેને વેગ મળવાનો છે અને હોટેલ ઉદ્યોગને સારો એવો ફાયદો થવાનો છે. વિક એન્ડમાં યાત્રિકોના અને પ્રવાસીઓના ટ્રાફિકમાં ખાસ કરીને શિવરાજપુર, સુદામા સેતુ અને દ્વારકાના સમુદ્ર કિનારે આવેલ ભડકેશ્વર બીચ, ગાયત્રી બીચ અને ગોમતી નદીના સમુદ્ર કિનારે પ્રવાસીઓ વધુને વધુ હરવા-ફરવા જઈ રહ્યા છે. ગુજરાત અને કેન્દ્ર સરકારએ સુવિધાઓ અને વિકાસ સાથે વિકસાવેલ ઉપરોક્ત સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને કોરોનાના કારણે વિદેશ જવા ઉપર પ્રવાસીઓને મોટાભાગે નિમંત્રણ હોય અને વિમાની સેવાઓ મર્યાદિત છે તેમજ હજુ લોકો કોરોનાની ત્રીજી લહેરની દહેશતથી ગભરાયેલા છે. જેથી ગુજરાતના લોકો સૌરાષ્ટ્રના યાત્રાધામો અને પ્રવાસન ઉપર વધુને વધુ પસંદ કરી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં પૂનમથી લઈને શનિ, રવિની રજાઓ સુધીમાં દ્વારકામાં પચાસ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી હોવાનો અંદાજ છે. શહેરના નાના-મોટા ગેસ્ટહાઉસ, લક્ઝરી હોટેલ અને આસપાસની રીસોર્ટમાં ભારે ઘસારો જાેવા મળ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!