જૂનાગઢની મહિલા સંસ્થાએ ૧ર૦થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી

0

જૂનાગઢની શ્રી ચામુંડા શકિત મહિલા ઔદ્યોગિક સહકારી મંડળીનાં પ્રમુખ અને કોર્પોરેટર આરતીબેન જાેષીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં અનેક પરીવારોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે મહિલાઓને પગભર બનાવવા માટે આ સંસ્થા દ્વારા પ્રયાસો કરાયા છે જેમાં મહિલાઓની રૂની વાટો બનાવવાની ફ્રી તાલીમ આપવામાં આવે છે અને રૂ પણ ફ્રીમાં અપાય છે. તેમજ મંડળીની શરતોનો આધિન વાટો બનાવવાનું મશીન પણ અપાાય છે. મહિલાઓ ઘરે બેસી રૂની વાટો બનાવી પરત કરે તેના પૈસા મળે છે. અને હાલ સર્વ જ્ઞાતિની મળીને કુલ ૧ર૦ મહિલાઓ આ રૂની વાટો બનાવી દર મહીને રૂા. પાંચ હજારથી સાત હજાર કમાઈ શકે છે. અમુક બહેનોને નરેન્દ્ર મોદી આત્મનિર્ભર યોજનાનો લાભ અપાવી કો.કો. બેન્કનાં ડોલરભાઈ કોટેચા દ્વારા લોન પણ અપાવી દેવામાં આવે છે. જયારે જીલ્લામાં આવી મહિલાઓ માટે સાંઈપ્રકાશ ચેરીટેબલ ટ્રસ્ટ (સ્વ. પરસોતમભાઈ જાેષી) દ્વારા આત્મનિર્ભર બનાવાઈ છે. આ કાર્યમાં હસુભાઈ જાેષી (ક્રિષ્ના કાર્ડ વણઝારી ચોક, ગેબનશાપીરની દરગાહ પાસે) તેમજ દક્ષાબેન જાેષી સહીતનાનો સહયોગ મળી રહયો હોવાનું અંતમાં જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!