જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ટ્રેન યાત્રીકો માટે ખુશખબર આવ્યા છે અને આનંદદાયક સમાચાર તો એ છે કે આગામી તા. પ જુલાઈથી વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. અને બુકીંગ પણ શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળે છે. કોરોનાનાં મહાસંક્રમણકાળ વચ્ચે કડક પ્રતિબંધ અને તકેદારીનાં પગલા અંતર્ગત મહત્વનાં ટ્રેન વ્યવહારો બંધ થયા હતાં અને અવર-જવર ઉપર પ્રતિબંધ હતો. સોમનાથ જયોર્તિલીંગ સાથે જાેડાયેલી વેરાવળ-અમદાવાદ ટ્રેન પણ બંધ હતી. આ દરમ્યાન કોરોનાના સંક્રમણ ઘટતા અને સરકાર દ્વારા કડક નિયંત્રણો જયારે હટાવી લેવામાં આવ્યા છે. અને જનજીવન રાબેતા મુજબ થઈ રહયું છે ત્યારે એસટી વ્યવહાર તેમજ ટ્રેન વ્યવહાર પણ પુર્નઃ સ્થાપિત થઈ રહયો છે. દરમ્યાન જૂનાગઢનાં જાગૃત નાગરીક એવા અમૃતભાઈ દેસાઈએ કેન્દ્ર સરકારનાં રેલ્વે વિભાગને તેમજ ભાવનગર રેલ્વે વિભાગને તેમજ સંબંધીત વિભાગોને અને લોક પ્રતિનિધિત્વને પણ અવાર નવાર રજુઆત કરી પત્ર, મેલ, ઈ-મેઈલ સાથે અસરકારક રજુઆત કરી અને દેશનાં પ્રથમ જયોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે વધુને વધુ લાંબા અંતરની ટ્રેન સેવા મળી શકે તે માટે અવાર નવાર રજુઆતો કરવામાં આવી રહી છે. આ દરમ્યાન કોરોનાનું સંક્રમણ ઘટતા રેલ્વે મંત્રાલય દ્વારા ટ્રેન વ્યવહાર પુર્નઃ સ્થાપિત થઈ રહયો છે ત્યારે વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન પ જુલાઈથી શરૂ થશે. યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા વેરાવળ-અમદાવાદ-વેરાવળ ટ્રેન નં. ૦૯રપ૮/૦૯રપ૭ પાંચ જુલાઈથી શરૂ થશે અને જયાં સુધી આગળની સુચના ન મળે ત્યાં સુધી પ્રથમ ટ્રેન ચાલુ રહેશે. જયારે ટ્રેન નં. ૦૯રપ૭ અમદાવાદ-વેરાવળ સ્પેશ્યલ ટ્રેન ૧૧ જુલાઈથી શરૂ થઈ રહી છે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ સામેલ છે. ટ્રેન નં. ૦૯રપ૮ની ટીકીટનું બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ભાવનગર ડીવીઝન દ્વારા અમૃતભાઈ દેસાઈને પાઠવેલા પત્રમાં દર્શાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews