આજે સાંજે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિસાવદરમાં કોંગ્રેસની કારોબારી બેઠક

0

વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મંગળવારના રોજ ‘સુંદરબા બાગ’ ખાતે સાંજે ૪ કલાકે કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તેમજ જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાના ધારાસભ્યો હર્ષદભાઇ રિબડીયા (વિસાવદર), ભીખાભાઈ જાેષી (જૂનાગઢ), બાબુભાઈ વાજા (માળીયા), ભગાભાઈ બારડ (તાલાલા), વિમલભાઈ ચુડાસમા (સોમનાથ), મોહનભાઈ વાળા (કોડીનાર), જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ જાેષી(એડવોકેટ), તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સદસ્યો, આગેવાનો-કાર્યકરો, સરપંચો, ખેડૂત આગેવાનો, એન.એસ.યુ.આઇ., યુવા કોંગ્રેસ સહિત વિવિધ સેલના અગ્રેસરો- કાર્યકરો ઉપસ્થિત રહેનાર છે. સ્થાનિક ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાની સીધી રાહબરીતળે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ જાેષી સહિતના કોંગીજનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે સમગ્ર પંથકમાં રાજકિય ઉત્તેજના વ્યાપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!