હનીટ્રેપ : ધોરાજી રેલવે ફાટકનાં ગેઈટ કિપરનો છરીની અણીએ અર્ધનગ્ન વિડીયો ઉતારી રૂા.પ લાખ માંગનાર એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ : ત્રણની ધરપકડ

0

ધોરાજી રેલ્વે ફાટકનાં ગેઈટ કિપરનો છરીની અણીએ અર્ધનગ્ન વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂા.પ લાખની રકમ માંગી અને બાદમાં રૂા.૩ લાખમાં સમાધાન કરી અને રૂપિયા માંગવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહિલા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલ વિગત અનુસાર જૂનાગઢ શહેરના ધોરાજી ચોકડી પાસે આવેલ રેલવે ફાટક ઉપર ગેટ કિપર તરીકે નોકરી કરતા, ફરિયાદી મુકેશભાઈ માધાભાઈ રાઠોડ(ઉ.વ.૩૪) રહે. રેલવે કોલોની, મામાદેવના મંદિર પાસે, ડેલા નં.૨૧, જાેશીપરા, અગ્રાવત ચોક પાસે, જૂનાગઢને તા.૨૫-૬-૨૦૨૧ના રોજ પોતાની નોકરી ઉપર રેલવે ફાટકએ હાજર હતા, દરમ્યાન એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા ઈસમો, તેમાંથી એક ઈસમ ફરીયાદીને છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, છરીની અણીએ ફરિયાદીના કપડા કઢાવી, આરોપીઓ સાથેની મહિલાના પણ કપડા કઢાવી, ફરિયાદી તેમજ આરોપી મહિલાને એકબીજાની પાસે ઉભા રખાવી, સાથેના આરોપીએ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી લીધેલ અને વીડિયો વાયરલ કરી નાખવાની તેમજ બળાત્કારનો ખોટો કેસ કરી, ફસાવી દેવાની ધમકી આપી, ફરિયાદી પાસે રહેલ ૫૦૦ રૂપિયા કઢાવી લીધેલ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, બીજા પાંચ લાખ આપવાની વાત કરતા ફરિયાદી પાસે આટલા પૈસા ના હોય, જેથી રકજક કરી, ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ અને આરોપીઓએ ફરિયાદી ઉપર વિશ્વાસ નથી તેવું જણાવતા, આરોપીઓએ કોઈ ઓળખીતા માણસને વચ્ચે રાખવાનું કહી, સાબલપુરના આર્યનને રેલવે ફાટક પાસે બોલાવેલ અને આર્યન સમાધાનમાં વચ્ચે રહેલ અને બીજા દિવસે  રૂપિયા ૧૦૦૦૦ તેમજ બાકીના ૨૯૦૦૦૦ તા.૧૬-૭-૨૦૨૧ના રોજ આપવાનું નક્કી કરી, યુવતી તથા ત્રણ ઈસમોએ ૩ લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતની ફરિયાદ, ફરિયાદીએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા  તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી. ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જૂનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડિયા તથા સ્ટાફના એ.એસ.આઈ સંતોકબેન, હે.કો.ભદ્રેશભાઈ, પો.કો. દિનેશભાઇ, કરણભાઇ, વિક્રમભાઈ, અજયભાઈ, રાહુલભાઈ, ભરતભાઇ, દીપકભાઈ, જૈતાભાઈ સહિતના માણસોની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, મળેલ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) સલમાન તૈયબ વિશળ (૨) બસિર હબીબ સુમરા (૩) આર્યન યુનુસભાઈ ઠેબા (૪) શબનમ ઉર્ફે સબુ રહે.તમામ જૂનાગઢ સહિતના ચાર આરોપીઓની સંડોવણી હોવાની વિગતો જાણવા મળતા, ફરિયાદી મારફતે જ રૂપિયા ત્રણ લાખ આપવાનું જણાવી, ટ્રેપ કરી, કાગળના બંડલ આધારે રૂપિયા જેવું પ્લાસ્ટિકના થેલીમાં બનાવી, તાલુકા પોલીસની ટીમ દ્વારા ખાનગી કપડામાં વોચ ગોઠવી, આરોપીઓ ત્રણ લાખ રૂપિયા લેવા રેલવે ફાટક પાસે આવતા, ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપીઓ (૧) સલમાન તૈયબભાઈ વિશળ જાતે ગામેતી(ઉ.વ.૨૭) રહે. રામદેવપરા, સકકરબાગ, જૂનાગઢ, (૨) બસિર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા જાતે મુસ્લિમ(ઉ.વ.૩૧) રહે. ૬૬ કે.વી., મહેતાનગર, જૂનાગઢ, (૩) આર્યન યુનુસભાઈ  ઠેબા જાતે ગામેતી(ઉ.વ.૧૯) રહે. સાબલપુર, જૂનાગઢની કાઉન્ટર ટ્રેપ કરીને રાઉન્ડ અપ કરીને પકડી પાડવામાં આવેલ છે. આ ગુન્હાના કામે મહિલા આરોપી શબનમ ઉર્ફે શબ્બુ ઘર છોડીને નાસી ગયેલ હોય, તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના કબજામાંથી આ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ, મોબાઈલ ફોન નંગ ૦૩ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવા તજવીજ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી આર્યન ધોરણ ૧૨માં અભ્યાસ કરતો હોય, પિતા મજૂરી કરતા હોય, ફી ભરવા માટે રૂપિયાની જરૂરિયાત હોય તેમજ આરોપી સલમાન ટ્રક ડ્રાઇવિંગ કરતો હોય, લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટ બંધ જેવું હોય, પત્ની પ્રેગ્નેટ હોય, સારવાર માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી શબનમ ઉર્ફે શબ્બુ પણ જુગાર રમવાની ટેવ હોય, જુગારમાં રૂપિયા હારી જતા, તેને પણ રૂપિયાની જરૂરિયાત હોવાથી હનીટ્રેપનું કાવતરૂ રચી, રૂપિયા પડાવવા કારસ્તાન કરેલાની કબૂલાત કરવામાં આવેલ છે. તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલ ફરિયાદીને આરોપીઓ રૂપિયા માટે ફોન કરીને ઉઘરાણી કરતા હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.વી.ધોકડીયા, સ્ટાફના એ.એસ.આઈ  સંતોકબેન, હે.કો.ભદ્રેશભાઈ, પો.કો. દિનેશભાઇ, કરણભાઇ, વિક્રમભાઈ, અજયભાઈ, રાહુલભાઈ, ભરતભાઇ, દીપકભાઈ, જૈતાભાઈ સહિતની પોલીસ ટીમ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા, બાકીના રૂપિયા લેવા માટે ફરિયાદી મારફતે રેલવે ફાટક ખાતે બોલાવતા, આરોપીઓ આવતા, રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ હતા. જેઓને આ ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓએ ફરિયાદી સિવાય કોઈ અન્ય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી, રૂપિયા પડાવેલ છે કે  કેમ ? આ પ્રકારના કે અન્ય કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ ? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ ? આ ગુન્હામાં અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે  કેમ ? ફરિયાદીનો નંબર ક્યાંથી અને કોના દ્વારા મેળવ્યો ? વિગેરે મુદ્દાઓની વિશેષ પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા આગળની તપાસ તાલુકા પીએસઆઈ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!