જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં વરસાદી વાતવરણ અને મેઘાવી માહોલ છવાયેલો રહે છે પરંતુ વરસાદ બરોબર ન થતો હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી જાેવા મળી હતી. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ સહીત રાજયનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડયાનાં અહેવાલ છે. તો બીજી તરફ આગામી ર૪ કલાકમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જીલ્લામાં વરસાદની વકી છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદ મોડો થયો છે. લાંબા વિરામ બાદ સોમવારે મેઘ સવારી આવી પહોંચી હતી. જિલ્લાનાં વંથલીમાં અઢી ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢમાં ઝાપટા પડ્યાં હતાં. જૂનાગઢ જિલ્લામાં ૧૮ જૂનનાં વરસાદનું આગમન થયું હતું. એક સપ્તાહ વરસાદી માહોલ રહ્યો હતો. બાદ વરસાદ ખેંચાયો છે. ખેડૂતો વરસાદની રાહ જાેઇ રહ્યાં છે. ત્યારે સોમવારે બપોર બાદ મેઘ સવારી આવી પહોંચી હતી. જૂનાગઢ જિલ્લાનાં વંથલી, માણાવદર, ભેંસાણ અને જૂનાગઢ શહેરમાં વરસાદ થયો હતો. વંથલીમાં ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. વંથલી પંથકમાં પડેલા વરસાદનાં પગલે રસ્તા ઉપર પાણી દોડતા થઇ ગયા હતાં. તેમજ વાવણી લાયક વરસાદ થયો છે. જે ખેડૂતોને વાવણી કરવાની બાકી છે તેમને ફાયદો થશે. આ ઉપરાંત માણાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થયો હતો. માણાવદરમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં ઝાપટા પડ્યાં હતાં. જૂનાગઢ જિલ્લામાં વરસાદ ઓછો થયો છે. જૂન મહિનો પૂર્ણ થવાનાં આરે છે. વરસાદ ખેંચાયો છે. વર્ષ ૨૦૨૦માં જૂન મહિનામાં સારો વરસાદ થયો હતો. ગત વર્ષે જૂન મહિનામાં જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૮.૬૩ ઇંચ વરસાદ થયો હતો. તેની સામે ચાલુ વર્ષે માત્ર ૨.૬૧ ઇંચ વરસાદ થયો છે. ગત વર્ષે જૂન મહિનામાં સિઝનનો ૨૪.૬૪ ટકા વરસાદ થયો હતો. તેની સામે ચાલુ વર્ષે સિઝનનો માત્ર ૭ ટકા વરસાદ થયો છે. ગત વર્ષ કરતા ૧૭.૬૪ ટકા વરસાદ ઓછો નોંધાયો છે.
ભેંસાણમાં ઘીમી ધારે વરસાદી ઝાપટાં
ભેંસાણમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બન્યો હતો. દરમ્યાન બપોરના અઢી વાગ્યા આસપાસ અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદી ઝાપટાંથી ગરમીમાં આંશીક રાહત જાેવા મળી હતી. ધીમી ધારે શરૂ થયેલા વરસાદથી ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયા બાદ વરસાદના આગમનથી ખેતરોમાં વાવેલો કપાસ તથા મગફળી માટે આશીર્વાદ સમાન ગણાય છે. ખેતરમાં મુરજાતી મોલાતને વરસાદ પડવાથી જીવનદાન મળ્યું છે. ધીમી ધારે પડેલા વરસાદથી જગતના તાતમાં વરસાદની આશા બંધાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews