જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસીંગની સુચન તથા જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના તેમજ પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા કરવામાં આવેલી સુચનાનાં પગલે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. ભાટીએ તાત્કાલીક અસરથી કાર્યવાહી હાથ ધરી છે અને બિલખા વિસ્તારનાં પ્રોહબીશન બુટલેગર રણજીતભાઈ ઉર્ફે રણુ બાવકુભાઈ બસીયા વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરતા જૂનાગઢ જીલ્લા કલેકટરે મંજુર કરતા જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા રણજીતભાઈ ઉર્ફે રણુ બાવકુભાઈ બસીયાને પાસાનાં કાયદા અંતર્ગત સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews