ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમાધાનનો પર્યાય એવો મિડીયેશન સેન્ટર દરેક જીલ્લા મથકે કાર્યરત છે. આ મિડીયેશન સેન્ટરમાં એડવોકેટો કાર્યરત છે. આ તમામ મિડીયેટરો જૂનાગઢ જીલ્લામાં કાર્યરત હોય જેમાંથી બેસ્ટ મિડીયેટર તરીકે જૂનાગઢના એડવોકેટ એન્ડ નોટરી જયશ્રીબેન ડી. ગોરસીયાની મિડીયેટર તરીકે સરાહનીય કામગીરી અને કાર્યપધ્ધતિથી વધારેમાં વધારે સમાધાનો થયેલા છે તેથી જૂનાગઢ જીલ્લા કાનુની સત્તા મંડળ તથા ગુજરાત કાનુની સત્તા મંડળનાં ઉપક્રમે જૂનાગઢ મુકામે તા. ૧૯-૬-ર૧નાં રોજ સર્કીટ હાઉસમાં કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટીસ ડો. વિનીત કોઠારીનાં વરદ હસ્તે બેસ્ટ મિડીયેટરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. આ તકે જૂનાગઢ જીલ્લા ન્યાયાલયનાં જજ રીઝવાન બુખારી તથા ફેમીલી કોર્ટનાં જજ પરીખ તથા જૂનાગઢ જીલ્લાનાં તમામ જજીસ, જૂનાગઢ બાર એસો.નાં પ્રમુખ, સરકારી વકીલ તથા અન્ય વકીલો તેમજ કાનુની સત્તા મંડળ જૂનાગઢનાં જજ શ્રી આટોદરીયા ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમનું સંચાલન એડી. ડીસ્ટ્રીકટ જજ તૃપ્તીબેન પડીયા તથા જયુ. ફ.ક. મેજીસ્ટ્રેટ કુ. કડીવારની ટીમે કરેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews