જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ચૌધરી આજે વયમર્યાદાના કારણે થશે નિવૃત્ત

0

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા આર.જી. ચૌધરી કે જે બાહોશ અધિકારી તરીકે તેમની છાપ હતી. છેલ્લા એક વર્ષમાં ગુનેગારો ઉપર તેમની છાપ બેસાડી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે લાલ આંખ કરી હતી. જે આજે તેમની વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે, હાલ તો સામાજિક આગેવાનો, સંસ્થાઓ અને પોલીસ સ્ટાફ તરફથી તેમને તેમના પદ ઉપરથી વિદાય આપવામાં આવી છે પરંતુ લોકોના દિલમાં તો હજુ આર.જી. ચૌધરી તો છે જ. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૨૦૨૦ના જુલાઈ મહિનામાં તેમણે ચાર્જ સંભાળ્યો હતો ત્યારે આજે તે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમને પુષ્પકુંજ આપી શાલ ઓઢાડી અને હૃદય પૂર્વક વિદાય આપવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!