જૂનાગઢ ખાતે આપમાં જાેડાયા બાદ પ્રવિણ રામે સોનલધામ મંદિર મઢડાનાં દર્શન કર્યા

0

જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ વિધિવત રીતે આપમાં જાેડાયા હતા. આપમાં જાેડાયા બાદ પ્રવિણ રામે સોનલધામ મઢડાના દર્શન કરી રાજકીય ક્ષેત્રે શુભારંભ કર્યો હતો. પ્રવિણ રામની તાજેતરમાં સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દિલ્હી સરકાર અને કેજરીવાલની કાર્ય પદ્ધતિથી તેમજ મનીષ સિસોદિયાના વિચારોથી પ્રભાવિત થયા હતા. ત્યારે પત્રકાર પરિષદમાં પ્રવિણ રામે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી લોકોના વિકાસ માટે કામ કરી રહી છે. દિલ્હી અને ગુજરાતનું મોડલ અલગ છે. ગુજરાતનું મોડલ ગુજરાતના લોકો જાતે નક્કી કરશે. ગુજરાતમાં વેપારીઓ અને ખેડૂતો પરેશાન છે. અમે વિકાસ સાથે છીએ. હવે ગુજરાતના લોકોએ નક્કી કરવાનું છે કે, તેમણે રાજનીતિ બદલવી છે કે નહીં. અગાઉ ગુજરાતના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી પણ અરવિંદ કેજરીવાલની હાજરીમાં જાેડાયા ત્યારે  જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, પ્રવિણ રામનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરૂ છું. મને પૂરો વિશ્વાસ છે કે, પ્રવિણ રામ ગુજરાત માટે જે સપનું જાેયું છે તે નિશ્ચિતરૂપે ગુજરાતની જનતા સાથે મળીને પૂરૂ કરશે. વધુમાં પ્રવિણ રામે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારીના ખપ્પરમાં યુવાનો હોમાઈ રહ્યા છે. ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં પરિવર્તન જ એક ઉપાય છે. જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જાેડાયા બાદ સોનલધામ મઢડા ખાતે માતાજીના દર્શને આવ્યા હતા.  જ્યાં માતાજી ચરણોમાં શિશ ઝુકાવી માતાજીને પ્રાર્થના કરી હતી કે, છેલ્લા આઠ વર્ષથી જન અધિકાર મંચના માધ્યમથી લોકોના હિત માટે કાર્ય કર્યા છે અને આગામી સમયમાં પણ એજ કાર્ય પાર્ટિના નેજા હેઠળ કરશું તેવુ જણાવ્યું હતું. સાથે પ્રવિણ રામે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં રાજકીય પ્રવેશ કરી જન હિતના કામોને આગળ વધારવા લોકોના પ્રશ્નોને વાચા આપવા શૈક્ષણિક આરોગ્ય જેવી વિવિધ બાબતોના કાર્ય કરતા રહીશું. કેશોદ તાલુકાની જનતાને સંદેશ પાઠવ્યો હતો કે, જ્યારે જ્યારે કેશોદ તાલુકાના ખેડૂતોના પ્રશ્ને જન અધિકાર મંચના નેજા હેઠળ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યા હતા અને આગામી સમયમાં પણ પાર્ટીના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ રહીશું. ૨૦૨૨માં શિક્ષીત અને મજબુત સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતની જનતા સાથ સહકાર આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!