ગીર સોમનાથ જીલ્લામાં ફકત પાંચ વેકસીન સેન્ટર ચાલુ હોવાથી લોકોને રઝળપાટ કરવી પડી, અમારે કેટલા દિવસો સુધી રસી માટે ધકકા ખાવા : મજુર મહિલા

0

ગીર સોમનાથ જીલ્લામાં વેકસીનના ડોઝનો જથ્થો ઉપરી કક્ષાએથી નિયમિત જરૂરીયાત મુજબ ન ફાળવાતો હોવાથી સમગ્ર જીલ્લામાં વેકસીન લેવા ઇચ્છતા લોકોને ધકકા ખાવા પડી રહયા છે. જીલ્લામાં દરરોજ સરેરાશ ૧૦૦ વેકસીન સાઇટો ચાલુ હોવા સામે ગઈકાલે માત્ર પાંચ જ વેકસીનેશન સેન્ટરો ચાલુ છે. વેકસીન માટે થઇ રહેલ ધકકાથી લોકો તંત્ર સામે રોષ ઠાલવતા જણાવે છે કે, અમારે પેટ ભરવા મજુરીએ જવુ કે રસી લેવા ધકકા ખાવા ? તંત્રએ અમોને એક જ ધકકામાં રસી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જાેઇએ તેવી માંગણી કરી રહયા  છે. તા.૨૧ જુનથી મોટા ઉપાડે ઓન સ્પોટ રજીસ્ટ્રેશન સાથે વેકસીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવી રાજય સરકાર લોકોને વેકસીન લેવા માટે મસમોટી જાહેરાતો સાથે અપીલ કરે છે. પરંતુ સ્થાનીક કક્ષાએ જરૂરીયાત મુજબના વેકસીનના ડોઝ ન ફાળવતા હોવાથી લોકોને ભટકવું પડી રહયો હોવાનો નજારો સર્વત્ર જાેવા મળી રહયો છે. આવી જ પરિસ્થિતિ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં જાેવા મળી રહી છે. વેરાવળ સહિત સર્વત્ર તાલુકાઓમાં રસી લેવા માટે લોકોને ધકકા ખાવા પડી રહયા છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી મોટાભાગના વેકસીનેશન સેન્ટરો ઉપર તાળા અથવા અપૂરતા વેકસીનના ડોઝ હોવાથી પરેશાની ભોગવવી પડતી હોવાનો લોકો આક્ષેપ કરી રહયા છે. આવું જ સોમનાથ સાંનિઘ્યે ટીએફસી બિલ્ડીંગમાં કાર્યરત કરાયેલ વેકસીનેશન સેન્ટરમાં બે દિવસથી અલીગઢી તાળા હોવાથી લોકોને ધકકા ખાવા પડી રહયા છે.  ગઈકાલે આ સેન્ટર ઉપર સવારે રસી લેવા આવેલ લક્ષ્મીબેનએ જણાવેલ કે, ત્રણ દિવસથી અમો ડોઝ લેવા માટે ધકકા ખાઇ રહયા છે. અહીં કોઇ જવાબદાર વ્યકિત હાજર ન હોવાથી અમો સવારના સાત વાગ્યાના બેઠા છીએ અને ૧૧ વાગ્યા સુધી કોઇ આવેલ તો નથી. અમોને વેકસીન મળશે કે કેમ તે બાબતની કોઇ જાતની સુચના પણ આપતા નથી. અમો મજુરીએ જવાનું ટાળી રસી લેવા માટે કેટલા દિવસો સુધી ધકકા ખાવા પડશે ? તેવો સવાલ તંત્રને પુછી રહયા છે. જયારે કિશન વાજાએ જણાવેલ કે, અમો મજૂર વર્ગના લોકો છીએ અમારે રસી માટે કેટલા દિવસો સુધી ધકકા ખાવા પડશે ? તંત્રએ વેકસીન અપાવવા અંગે ઘટતુ કરી મજુર વર્ગના લોકોનો દિવસ ન પડે તે બાબતને ધ્યાનમાં રાખી આયોજન કરવું જાેઇએ. અમો રસી લેવા આવેલ બુથ ઉપર વેકસીન નહીં મળે તેવું દર્શાવતી કોઇ સુચનાનું બોર્ડ પણ મુકવામા આવ્યુ ન હોવાથી અમારે કલાકો સુધી રાહ જાેઇને બેસી રહેવું પડે છે. ગીર સોમનાથ જીલ્લામાં વેકસીન બાબતે ઉભી થયેલ સમસ્યા અંગે તંત્રએ જણાવેલ કે, જીલ્લામાં તા.૨૧ જુનથી દરરોજ સરેરાશ ૧૦૦થી વધુ સ્થળોએ વેકસીનેશન સેન્ટરમાં વેકસીન આપવાની કામગીરી કરવામાં આવે છે. જીલ્લાને જરૂરીયાત મુજબના વેકસીન લેવા માટે નિયમિત રાજકોટ જવું પડે છે. ત્યાંથી ગીર સોમનાથ જીલ્લાને ડોઝ ફાળવવાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાયેલ છે. જેના લીધે ગઈકાલે જીલ્લાને ડોઝ ન મળેલ હોવાથી સમગ્ર જીલ્લામાં ફકત પાંચ જ વેકસીન સેન્ટર ચાલુ છે. એક-બે દિવસમાં ફરી સરેરાશ મુજબના વેકસીન સેન્ટરો શરૂ થઇ જશે.

ગીર સોમનાથ જીલ્લાને આટલા ડોઝ મળેલ અને આટલાને આપવામાં આવેલ છે

ગીર સોમનાથ જીલ્લાને તા.૨૧ જુનથી ફાળવાયેલ વેકસીનના ડોઝની વિગત જાેઇએ તો તા.૨૦ જુનના રોજ ૧૮,૫૦૦ ડોઝ, તા.૨૨ જુનના ૧૨,૦૦૦ ડોઝ, તા.૨૪ જુનના ૩,૦૦૦ ડોઝ, તા.૨૫ જુનના ૧૦,૦૦૦ ડોઝ, તા.૨૬ જુનના ૩,૦૦૦ ડોઝ, તા.૨૮ જુનના ૫,૦૦૦ ડોઝ મળી કુલ ૫૧,૫૦૦ ડોઝ મળ્યા છે. જેની સામે તા.૨૧ જુનના ૧૦,૧૬૩, તા.૨૨ જુનના ૪,૪૬૯, તા.૨૩ જુનના ૪,૯૬૫, તા.૨૪ જુનના ૭,૯૯૫, તા.૨૫ જુનના ૮,૪૩૨, તા.૨૬ જુનના ૬,૯૦૫, તા.૨૭ જુનના ૩,૫૧૨, તા.૨૮ જુનના ૩,૩૫૮ મળી કુલ ૪૯,૭૯૯ લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધી થયેલ વેકસીનેશનની કામગીરીમાં જીલ્લાની કુલ વસ્તીના ૩૨ ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવેલ છે. સરકારના પ્રચાર-પ્રસાર બાદ લોકોમાં વેકસીન લેવા બાબતે જાગૃતિ આવી છે એવા સમયે ગીર સોમનાથ જીલ્લાને ઉપલી કક્ષાએથી જરૂરીયાત મુજબના પુરતા વેકસીનના ડોઝ મળતા ન હોવાથી લોકોને ધકકા ખાવા પડતા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. જાે ઉપરથી નિયમિત જરૂરીયાત મુજબનો વેકસીનનો જથ્થો આપવામાં આવે તો લોકોને ધકકા બંધ થવાની સાથે વેકસીનેશનની કામગીરી સારી રીતે થઇ શકે તેવું જાણકારોમાંથી જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!