જૂનાગઢ શહેરના મોતીબાગ પાસે જાહેરમાં બાઈક ઉપર સ્ટંટ કરનાર શખ્સ સામે ફરિયાદ દાખલ

0

હાલ સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરના રાજ લક્ષ્મી પાર્ક વિસ્તારમાં લોકો બાઈક ઉપર સ્ટંટ કરતા હોવાના વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે હાલ તો પોલીસ દ્વારા પણ સ્ટંટ કરનારાઓ સામે લાલ આંખ કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢના રાજ લક્ષ્મી પાર્ક વિસ્તારમાં ktm બાઈક ઉપર પલોઠી વાળી હાથ છુટા રાખી સ્ટંટ કરતો વીડિયો સામે આવતા જિલ્લા પોલીસવડાના આદેશથી શહેર ટ્રાફિક પોલીસના એ.એસ.આઇ મશરીભાઇએ ફરિયાદી બની અને સોહીલ અમિન શેખ નામના યુવક સામે સી ડિવિઝન પોલીસ મથકમાં કલમ ૨૭૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મોટરસાયકલ રસ્તા ઉપર બેદરકારી રીતે ચલાવી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાેખમી સ્ટંટ કરવા બદલ હાલ તો પોલીસે સોહીલ શેખ નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જાે કોઈ સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે આવા સ્ટંટ કરતા હોય તો ચેતી જજાે પોલીસ હવે છોડવાની નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!