માણવદરનાં ભાલેચડાના મહંતનું મૃત્યુંનું રહસ્ય હજુ પણ અકબંધ !

0

માણાવદર તાલુકાનાં ભાલેચડા ગામે બાલાહનુમાન મંદિરનાં મહંત સદારામબાપુ (ઉ.વ. ૪પ)ની ગત તા. ર૭ જુનનાં રોજ કોહવાઈ ગયેલી લાશ મળી આવ્યાને પાંચ દિવસ વીતી જવા છતાં મૃત્યુનું રહસ્ય ઉકેલાયું નથી. પ્રાથમિક તપાસમાં પોલીસને આ બનાવ આપઘાતનો હોવાનું લાગે છે. પરંતુ મહંત આપઘાત કરે એવા કોઈ કારણો જણાતા નથી. તપાસ દરમ્યાન એમનો મોબાઈલ ફોન પણ સીમકાર્ડ વિનાનો મળી આવ્યો હતો. જાે કે એમાંથી પણ પોલીસને કોઈ કડી મળી શકી નથી. બીજી તરફ જામનગરથી પીએમ રીપોર્ટ પણ હજુ આવ્યો નથી. એ આવ્યા બાદ મૃત્યુનું ચોકકસ કારણ સામે આવશે એવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!