તોરણીયા નકલંકધામમાં અષાઢી બીજ અને ગુરૂપૂર્ણિમાનાં કાર્યક્રમો રદ

0

ધોરાજી નજીક આવેલ તોરણીયાનાં નકલંકધામ ખાતે અષાઢી બીજ અને ગુરૂપૂર્ણિમાની ઉજવણીનાં કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે. ધર્મભૂષણ સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુએ જણાવ્યું હતું કે કોરોના મહામારીનાં કારણે આગામી અષાઢી બીજ તેમજ ગુરૂપૂર્ણિમાનાં સંતવાણીનાં કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે. તેમજ ઉતારા વ્યવસ્થા પણ બંધ રાખવામાં આવેલ છે જેની ધર્મપ્રેમી જનતાએ અને સેવક સમુદાયે નોંધ લેવી અને અષાઢી બીજ અને ગુરૂપૂર્ણિમાની પોતપોતાનાં ઘરે ઉજવણી કરી અને કોરોનાની આ મહામારીમાંથી સમગ્ર વિશ્વ મુકત થાય અને જાહેર જીવન ધબકતું થાય તે માટે સૌને પ્રાર્થના કરવા પૂ. રાજેન્દ્રદાસ બાપુએ અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!