બાંટવા : ર૦ર૦નાં વર્ષમાં થયેલ વાહન ચોરીનાં બનાવનો ભેદ ઉકેલાયો

0

બાંટવા પોલીસ સ્ટેશનમાં ર૦ર૦ની સાલમાં મોટરસાઈકલ ચોરીનો બનાવ બનવા પામેલ હતો. આ દરમ્યાન ર૭-૬-ર૦ર૧નાં રોજ બાંટવાનાં પીએસઆઈ પી.એસ. ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એવી હક્કીત મળી કે, ચોરાયેલ મોટરસાઈકલ જીજે-રપએન-૧૩૭ર નંબરનું મોટરસાઈકલ આરોપી મહેશભાઈ વિરમભાઈ રાઠોડ રહે. લીંબુડા વાળાને મકાને પડેલ હોવાની માહિતી મળી હતી. પોકેટ કોપ મારફતે સર્ચ કરતા આરોપી મહેશભાઈ વિરમભાઈ રાઠોડનાં નામે આરટીઓ પોરબંદરનાં નામે નોંધાયેલ છે પરંતુ વધુ તપાસ કરતા સાચા નંબર જીજે-રપએન-૧૩૭રનું બહાર આવેલ અને આ મોટરસાઈકલનાં માલિક મેરામભાઈ અરજણભાઈ ઓડેદરાનાં નામે નોંધાયેલ હોય દરમ્યાન ચોરાયેલ મોટરસાઈકલ આરોપી મહેશભાઈ વિરમભાઈ રાઠોડનાં મકાનેથી જપ્ત કરેલ છે. તેમજ આરોપી વંથલી પોલીસ સ્ટેશનનાં ગુનાનાં કામે જૂનાગઢ જેલમાં હોય અને તેનો જેલ ખાતેથી કબ્જાે મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!