જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ચાર્જ સંભાળતા એમ.સી. ચુડાસમા

0

જૂનાગઢ એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા તાજેતરમાં ફોજદારોની અરસ પરસ બદલી કરેલ હતી જેમાં કેશોદ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એમ.સી. ચુડાસમાને ભવનાથ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ કેશોદ ખાતે પીએસઆઈ કે.એસ. ડાંગરની નિમણુંક કરવામાં આવી છે. મહિપતસિંહ ચુડાસમાએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતાની સાથે જ અસામાજીક તત્વો સામે તેમજ રોમીયો સામે કાર્યવાહી કરી હતી. વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી અનેક વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. મહિપતસિંહ ચુડાસમા અગાઉ ભેંસાણ તેમજ જૂનાગઢ એ ડીવીઝનમાં ફરજ બજાવી ચુકયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!