ખુનનાં ગુન્હાનાં પેરોલફર્લોનાં ફરાર આરોપીને પકડી પાડતી એ ડીવીઝન પોલીસ

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જીલ્લામાં પેરોલફર્લોના નાસતાફરતા આરોપીઓ પકડવા સખત સુચના આધારે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ એ ડીવીઝનના નવનિયુક્ત પો.ઈ. એમ.એમ. વાઢેરની રાહબારીથી પીએસઆઈ રાજેન્દ્રસિંહ પી. ચુડાસમા સુખનાથ ચોકી એ ડીવીઝનનાએ પોલીસ સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં પેરોલફર્લોનો નાસતો ફરતો આરોપી અકીલ ઉર્ફે ગભરૂ હુસેન સુમરા(ઉ.વ.૨૮) રહે જૂનાગઢ, બાલાસિનોર રોડ, સુખનાથ ચોક વિસ્તાર વાળો જમાલવાડી, લાખાપીરની દરગાહ પાસે આંટાફેરા કરે છે જેથી તાત્કાલિક પોલીસ ટીમ સાથે તપાસ હાથ કરતા પોલીસને જાેઇને ભાગવા જતાં પીછો કરી પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીર પીએસઆઈ રાજેન્દ્રસિંહ પી. ચુડાસમા તથા સચોટ બાતમી મેળવનાર પો.કો. વિક્રમભાઈ એન. છેલાણા, જેઠાભાઈ એન. કોડીયાતર, રાજુભાઈ બી. કટારા તથા હરદાસભાઈ એલ. નંદાણીયા સહિતનાં સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!