મેંદરડાનાં મધુવંતી ડેમ નજીક આવેલ ફાર્મહાઉસમાંથી રૂપિયા પોણા ત્રણ કરોડની આંતરરાજય છેતરપીંડીનાં આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ અધિકારીઓને ભૂતકાળના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરી, પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખેલ ખાસ ઝંુબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો. દેવાભાઈ, પો.કો. મુકેશભાઈ, કરણસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા મહારાષ્ટ્ર પોલીસની મદદમાં રહી, મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના આશરે પોણા ત્રણ કરોડના છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) વિરલ વિજયભાઈ ડોડીયા(ઉ.વ.૪૪) રહે. શક્તિધાર, શક્તિ સોસાયટી, શેરી નં.૧૧, સંત કબીર રોડ, રાજકોટ તથા (૨) પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા (ઉ.વ.૩૪) રહે. તિરૂપતિ પાર્ક, શેરી નં.૧, મોરબી રોડ, રાજકોટ અને મેંદરડા નજીક આવેલ મધુવંતી ડેમ નજીક વિરલ ડોડીયાના ફાર્મ હાઉસ ખાતેથી પકડી પાડી, રાઉન્ડ અપ કરી, મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસના હાથે પકડાયેલ આરોપીઓ  (૧) વિરલ વિજયભાઈ ડોડીયા(ઉ.વ.૪૪) રહે. શક્તિધાર, શક્તિ સોસાયટી, શેરી નં.૧૧, સંત કબીર રોડ, રાજકોટ તથા (૨) પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા (ઉ.વ.૩૪) રહે. તિરૂપતિ પાર્ક, શેરી નં.૧, મોરબી રોડ, રાજકોટ દ્વારા મુંબઈ ખાતે રહેતા ફરિયાદી દિપક નંદલાલ સિદ્ધપુરાને સસ્તામાં સોનુ અપાવવાની લાલચ આપી, સોનાની ખરીદી પેટે રૂા.૨,૬૭,૬૫,૭૧૪/- રોકડા રૂપિયા લઈ, સોનુ કે રૂપિયા પરત નહીં આપી, રૂા.૨,૬૭,૬૫,૭૧૪/- ની છેતરપિંડી કરવામાં આવતા, ફરિયાદી દ્વારા  તા.૨૨-૫-૨૦૨૧ના રોજ મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવેલ હતી. મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સુદર્શન પાટીલ તથા સ્ટાફને માહિતી મળેલ કે, આરોપી જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક આવેલ આરોપીના ફાર્મ હાઉસમાં છે.  જેથી મુંબઈ પોલીસની એક ટીમ મેંદરડા આવી, મેંદરડા પોલીસની મદદ માંગતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો. દેવાભાઈ, પો.કો. મુકેશભાઈ, કરણસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સુદર્શન પાટીલ તથા સ્ટાફને મદદમાં રહી, બને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ  (૧) વિરલ વિજયભાઈ ડોડીયા તથા (૨) પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા બંને મૂળ રાજકોટના વતની છે અને જૂનાગઢ જિલ્લામાં મેંદરડા ખાતે આરોપી વિરલ ડોડીયાનું ફાર્મ આવેલ હોય, ત્યાંથી પકડી પાડી, રાઉન્ડ અપ કરી, મહારાષ્ટ્ર મુંબઈ પોલીસને સોંપવામાં આવેલ હોય, મુંબઈ પોલીસ દ્વારા કબજાે મેળવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!