જૂનાગઢ અને સોરઠ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં

0

જુન માસમાં સરેરાસ વરસાદ ર થી પ ઈંચ જેવો જૂનાગઢ અને સોરઠ પંથકમાં પડયો છે અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયેલ છે. સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડયો છે ત્યારે મોટા પ્રમાણમાં પુરતું વાવેતર થયું નથી. જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લાનાં વાવેતરની વાત કરીએ તો કુલ ૧,૪ર,પ૧૪ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં ૧,પ૧,ર૧૦ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે અને વરસાદ ખેંચાતા મગફળીનાં પાક ઉપર ખતરો ઉભો છે. વરસાદ ખેંચાવવાનાં કારણે છોડ સુકાય જાય છે જેથી ભેજ જળવાઈ રહે તે માટે ટપક પધ્ધતી અથવા ફુવારા પધ્ધતીથી પાણી આપવું જાેઈએ. દરમ્યાન નીરાશામય વાતાવરણ વચ્ચે અષાઢ માસમાં વરસાદ સારો થવાની આશા રહેલી છે. ખાસ કરીને અષાઢી બીજ ઉપર મેઘ રાજા વરસે તેવી આશા રાખવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!