આજથી વિરપુરમાં પૂ. જલારામબાપાનાં મંદિરે ફરી અન્નક્ષેત્ર ખૂલ્યું, હરીહરનો ગુંજયો નાદ

0

કોરોનાની બીજી લહેરને લઈને સંક્રમણ વધે નહિ તે માટે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે પૂજય જલારામબાપાની જગ્યાના મંગલ દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન ૧૪ જૂન થી શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા હતા પરંતુ અન્નક્ષેત્ર બંધ હતું, પૂજય બાપાની જગ્યામાં આજ સવારથી ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખુલ્લા મુકાયા છે. ‘દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ’ સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામબાપાની જગ્યા બસો વર્ષથી શ્રધ્ધાળુઓ માટે કયારેય બંધ રહ્યું ન હતું. પરંતુ કોરોના મહામારીના કારણે લોકદર્શનાર્થે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ સંક્રમણનું પ્રમાણ ઓછું થતા જગ્યાના ગાદીપતિ પૂજય રઘુરામબાપાએ ૧૪ જૂને પૂજય જલારામ બાપાની જગ્યાના દ્વાર ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં દર્શન અને ભોજન પ્રસાદ માટે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ  મળશે. ઉપરાંત મોઢા ઉપર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. દર્શનનો સમય સવારે ૭-૦૦ વાગ્યાથી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી ત્યારબાદ ૧-૦૦ વાગ્યાથી ૩-૦૦ વાગ્યા સુધી વિરામ અને ૩-૦૦ વાગ્યાથી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી ત્યાર બાદ અડધો કલાક આરતી જેમાં કોઈ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ અને ૭-૩૦ થી રાત્રીના ૯-૦૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. જયારે અન્નક્ષેત્રમાં પ્રસાદનો સમય સવારે ૧૦-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી અને સાંજે ૬-૩૦ થી રાત્રીના ૮-૩૦ વાગ્યા સુધી પ્રસાદ લઈ શકાશે. આજ સવારથી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પૂજય જલારામબાપા ધર્મશાળાની જગ્યામાં ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખોલવામાં આવશે અને ભાવિકો પૂજય જલારામ બાપાની પ્રસાદ લઈને ધન્ય થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!