જૂનાગઢની સેવાભાવી સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ લોકોના મૃતક સ્વજનોના મોક્ષાર્થે તેમના અસ્થિને હરિદ્ધાર ખાતે ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે અસ્થિ વિસર્જન થઇ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. પોણા બે વર્ષ દરમ્યાન ૧૫,૦૦૦થી વધુ અસ્થિ એકઠા થયા છે જેને વિસર્જન કરાશે. આ અંગે ખમીરભાઇ મજમુદાર અને દિપકભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૮ વર્ષથી સર્વોદય બ્લડ બેન્ક (દવા ફંડ) ટ્રસ્ટના પ્રમુખ, તેમજ જૂનાગઢ મનપાના વોર્ડ નંબર ૧૧ના કોર્પોરેટર મહેન્દ્રભાઇ મશરૂ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સોનાપુરી ગૃહ ખાતે અસ્થિ વિસર્જન કુંભમાં ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯થી લઇને ૮ જૂન ૨૦૨૧ સુધીમાં ૧૫,૦૦૦ કરતા પણ વધુ અસ્થિ એકઠા થયા છે. ૬ પેટી અને ૧૦ જેટલા થેલામાં રખાયેલા અસ્થિને આગામી ૧૧ જૂન ૨૦૨૧ના રવિવારે હરિદ્વાર ખાતે વિદ્વાન પંડિતોના મુખેથી ઉચ્ચારાતા વેદોના મંત્રોચ્ચાર સાથે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે. કુલ અઢી કલાકની ધાર્મિક વિધી અને પરંપરાગત હિન્દુ વૈદિક પૂજાવિધી પૂર્ણ કર્યા બાદ ગંગા મૈયાના ચરણોમાં વિસર્જીત કરવામાં આવશે. જાેકે, અસ્થિ વિસર્જન કરતા પૂર્વે શહેરમાં ૨ દિવસ રખાશે જેથી લોકો પૂજન, દર્શન કરી શકે. દરમ્યાન દિપકભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, ૧૮ વર્ષમાં આ સૌથી વધુ અસ્થિ ૧૫,૦૦૦ એકઠા થયા છે. સામાન્ય રીતે વર્ષના ૭,૦૦૦ જેટલા અસ્થિ એકઠા થતા હોય છે. જ્યારે આ વખતે પોણા બે વર્ષમાં જ અસ્થિની સંખ્યા ૧૫,૦૦૦ને પાર કરી ગઇ છે. અનેક પરિવારો એવા હોય છે કે, જેમની આર્થિક સ્થિતી એટલી સારી નથી હોતી કે પોતાના મૃતક સ્વજનને મોક્ષ અપાવવા તેમના અસ્થિને ગંગા નદીમાં વિસર્જીત કરી શકે. ત્યારે આવા ગરીબ લોકોના મૃતક સ્વજનને મોક્ષ અપાવવા તેમના અસ્થિને સંસ્થા દ્વારા લઇ જવામાં આવે છે અને ગંગા નદીમાં ર્વિસજીત કરવામાં આવે છે. તેમ મહેન્દ્ર મશરૂ, પ્રમુખ સર્વોદય બ્લડ બેન્ક(દવા ફંડ) ટ્રસ્ટે જણાવ્યું હતું. દરમ્યાન છેલ્લા ૨ વર્ષથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યું થયા છે. સામાન્ય રીતે લોકો પોતાના મૃતક સ્વજનના અસ્થિ લઇ જતા હોય છે જેથી અસ્થિની સંખ્યા ઓછી થતી હતી. જાેકે, છેલ્લા ૨ વર્ષમાં કોરોનાથી મૃત્યું પામનારના અસ્થિને તેના અનેક સગા વ્હાલા લઇ ગયા ન હતા પરિણામે સંખ્યા વધી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews