સાધુ સમાજની દીકરી ક્રિષ્નાબેન શૈલેષગીરી ગોસ્વામીએ કોરોનામાં માતા-પિતાની છત્રછાંયા ગુમાવી દીધી હોય આ દીકરીના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૪-૭-૨૦૨૧ને રવિવારના રોજ અંબિકા ચોક, સુશીલાબેન છોટાલાલ સત્સંગ હોલ ખાતે દાતાઓના સહકારથી આદર્શ લગ્ન કરાવી દીકરીને સાસરે વળાવી હતી. જેમાં દીકરીને મા-બાપની કમી ન વર્તાય તેવી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ તેમજ તેમના ટ્રસ્ટી સભ્યોએ ખાસ કાળજી લીધી હતી. ચેતનાબેન યોગેશભાઈ પાઠક મુંબઈ તેમજ ગોગનભાઈ દીવરાણીયા ધંધુસર વાળા તેમજ પ્રો. પી.બી. ઉનડકટ દ્વારા દીકરી માટે કબાટ, સેટી-પલંગ, સોનાનો દાણો, ચાંદીના સાકળા, ચાંદીનો જુડો તેમજ તમામ કરિયાવરની ચીજવસ્તુ જેવી ૭૦ જેટલી વસ્તુઓ આપેલી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, ડો. સંજય કુબાવત, રસેશ ભટ્ટ, લલિતભાઈ દોશી, ચેતનાબેન પંડ્યા, મનોજભાઈ જાેશી, બટુકબાપુ, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, રજનીભાઈ શાહ, દશનામ સમાજના પ્રમુખ રૂપેશગીરી ગોસ્વામી, પ્રવીણાબેન વાઘેલા, સરોજબેન જાેષી, મનહરસિંહ ઝાલા, અજીતભાઈ ગોધવાની, રણછોડભાઈ ગોડફાડ, પ્રજ્ઞેશભાઈ વાજા, અશોકભાઈ મેઠીયા, પ્રવીણભાઈ જાેષી, કેતનભાઈ નાંઢા, દિપકભાઈ ભટ્ટી, મનોજભાઈ સાવલિયા વિગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews