જૂનાગઢમાં વયમર્યદાનાં કારણે નિવૃત થયેલા અધિકારીઓને વિદાયમાન અપાયું

0

જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા, પી.આઇ. આર.જી. ચૌધરી, જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ આર. કે. સાનિયા, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ એન.કે. વાજા, એ.એસ.આઈ. જયસુખભાઈ,  હે.કો. વિરમભાઈ સહિતના પોલીસ ઓફિસરો વય નિવૃત થતા, ભવનાથ ખાતે હાલના સંજાેગોને ધ્યાને લઇ, સાદગી પૂર્વક વિદાયમાન આપવામાં આવેલ હતું. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા,  પી.આઇ આર.જી. ચૌધરી આજથી એકાદ વર્ષ પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિમણુંક પામેલ અને સફળતા પૂર્વક ફરજ બજાવેલ હતી.  જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ આર. કે. સાનિયા પણ બે વર્ષ જેટલો સમયથી, જ્યારે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ એન.કે.વાજા એકાદ વર્ષ અને એ.એસ.આઈ. જયસુખભાઈ તેમજ હે.કો. વિરમભાઈ પણ સફળતાપૂર્વક ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી, તા.૩૦-૬-૨૦૨૧ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થયા છે.  તેઓ તમામ દ્વારા પોતાના કાર્યકાળ દરમ્યાન પ્રશંસનીય કામગીરી કરી, પોલીસ અધિકારીઓ તથા પોલીસ બેડામાં નામના મેળવી હતી. જૂનાગઢ ભવનાથ ખાતે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, સર્કલ પીઆઇ  પી.એન.ગામીત, પીઆઇ એન.આઈ.રાઠોડ, પીઆઇ એમ.એમ.વાઢેર સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં હાલના કોરોના વાયરસના સમયમાં સાદગીભર્યાં સમારોહમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી વય નિવૃત થયેલ ઉપરોક્ત તમામ પોલીસ અધિકારીઓની નોકરી દરમ્યાન કરવામાં આવેલ સારી કામગીરીની સરાહના કરી, તેઓને નિવૃત્તિના સમયમાં સારૂ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયું અંગે શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવેલી હતી. વય નિવૃત થતા, પોલીસ અધિકારીઓ દ્વારા પણ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, તમામ પોલીસ અધિકારીઓ તેમજ હાજર બધા સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!