દ્વારકા શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચના નિયમ અને સિઝન મુજબ ૧ જૂન થી ૩૧ ઓગષ્ટ સુધી બીચમાં નહાવાની સખ્ત મનાઈ છે. કારણકે હાલ દરીયામાં ખુબ વધુ કરંટ હોય છે. જેના કારણે બ્લ્યુ ફ્લેગ બીચના નિયમોને લઈને દરીયામાં નહાવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાણકારી માટે એન્ટ્રી ગેટ ઉપર નોટીસ બોર્ડ લગાવેલ છે નહાવાની મનાઈ છે. પણ પબ્લિક છે કે સમજતી નથી અને ગાઇડલાઈનની અવગણના કરી જીવના જાેખમે ન્હાવા પડે છે. રવિવારે જ દ્વારકાના દરીયામાં એક યુવક ૨૬ વર્ષ ન્હાવા પડેલ અને દરીયા અંદર ગરક થઈ ગયેલ હતો, દ્વારકા ફાયરના જવાનો, પોલીસ તંત્ર તથા અન્ય તરવૈયા લોકો દ્વારા શોધખોળ ચાલી રહી છે. પરંતુ આઠ કલાકની જહેમત બાદ પણ લાશ મળી નથી. હવે તંત્રએ આકરા પગલા લેવા જ પડશે, નહી તો આવા જાનલેવા ઘટના બનતી રહેશે અને લોકોના પરિવારના માળા વિખાતા રહેશે. ત્યારે જેમ કોરોના કાળમાં માસ્કના નિયમો સાથે દંડની રકમ જેવી જાેગવાઈઓ કરે અને તંત્ર સખ્તાઈ વર્તે તો જ આવા બનાવો ચોમાસા દરમ્યાન અટકી શકે છે. પરંતુ તંત્ર નિયમો પણ બનાવે અને મુક પેક્ષકની જેમ જાેયે રાખશે તો અઘટીત ઘટનાઓમાં જવાબદાર કોણ રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews