ભવનાથમાં રવિવારની મોજ માણવા લોકો ઉમટી પડયા : ચૂસ્ત બંદોબસ્ત

0

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ગઈકાલે રવિવારની મોજ માણવા લોકો ઉમટી પડયા હતા. કોરોનાનું સંક્રમણ ઘટતા કોરોના ધીમો પડવા લાગ્યો છે ત્યારે લોકો પણ પ્રવાસન સ્થળોએ મુલાકાત લઈ આનંદ લઈ રહ્યા છે. કાલે જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે સ્મશાન(સોનાપુર) ખાતેથી પોલીસને એક માર્ગીય રસ્તો કરવાની ફરજ પડી હતી. ત્યાં સાંજે પ વાગ્યાથી જૂનાગઢ એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનનાં નવનિયુકત પીએસઆઈ એમ.સી. ચુડાસમા, સ્ટાફનાં આર.આર. બામરોટીયા, રાજુભાઈ ઉપાધ્યાય સહિતનાં સ્ટાફે વાહન ચેકિંગ હાથ ધરેલ હતું અને ટ્રાફિક નિયમન ભંગ કરનાર તેમજ રોડ રોમીયો સામે કડક કાર્યવાહી હાથ ધરી દંડ વસૂલ કર્યા હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!