બિલખામાં  જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ૧૧માં એટીએમનું ઉદઘાટન કરતા પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા

0

બિલખા ખાતે જૂનાગઢ  જિલ્લા સહકારી બેંકના ૧૧ માં એટીએમ મશીનનો પ્રવાસન મંત્રી  જવાહભાઈ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો.  બિલખા સ્થિત જિલ્લા સહકારી બેંકની શાખા પાસે આ એટીએમ મશીન કાર્યરત  કરવામાં આવ્યું છે. મંત્રીએ એટીએમ કાર્ડથી  રૂા. ૧ હજાર મેળવી  આ નાણા ગૌ શાળાને મોકલી આપ્યા હતા.  રૂા. ૧૫ કરોડ ઉપરાંતનું ટર્ન ઓવર ધરાવતી  બિલખા બ્રાન્ચ  ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો  માટે  નેટ બેકીંગ  સહિતની ઉપયોગી સુવિધા ધરાવે છે. તેમાં એટીએમનો ઉમેરો થતા આ બેંકના ખાતાધારકોને વધુ નાણાકીય સુવિધા મળતી થઈ છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, વાઈસ ચેરમેન મનુભાઈ ખુંટી, અગ્રણી ડો. કેશુભાઈ આબંલિયા, કિશોરભાઈ ઠુંમર સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો ખાતાધારકો આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!