કોવિડ-૧૯ની વિનાશક બીજી લહેર દરમ્યાન દેશભરમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા તેના ફકત એક મહિના પછી આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. કે આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં આ મહામારીની ત્રીજી લહેર ત્રાટકી શકે છે. એસબીઆઈ રિસર્ચ દ્વારા પ્રકાશિત કોવિડ-૧૯ : ધ રેસ ટુ ફિનિશિંગ લાઈન નામના અહેવાલમાં આ પણ કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ર૦ર૧માં ત્રીજી લહેરનો પ્રકોપ ટોચ ઉપર હશે. આ અહેવાલમાં ભારતની બીજી લહેરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કોવિડની બીજી લહેરની શરૂઆત એપ્રિલમાં થઈ હતી અને ૭ મેના રોજ તે ટોચ ઉપર પહોંચી ગઈ હતી, જેના કારણે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને અન્ય રાજયોમાં હજારો પરિવારો અસરગ્રસ્ત થયા હતા. એસબીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે જાે હાલમાં ઉપલબ્ધ ડેટાને ધ્યાનમાં લઈએ તો ભારતમાં જુલાઈના બીજા અઠવાડિયાની આસપાસ લગભગ ૧૦,૦૦૦ જેટલા કેસો આવી શકે છે. જાે કે કેસોમાં વધારાની શરૂઆત ઓગસ્ટના બીજા પખવાડિયાથી થશે. નોંધનીય છે કે, ભારતમાં કોવિડના કુલ કેસોની સંખ્યા ૩,૦પ,૮પ,રર૯ છે જયારે મૃત્યુઆંક ૪ લાખથી વધી ગયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews