જૂનાગઢ જીલ્લાનાં આરોગ્ય વિભાગનાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું

0

જૂનાગઢ જિલ્લાનાના આરોગ્ય વિભાગના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગો તેમજ પોતાને મળતા પગાર વિષયક બાબતોમાં થતું શોષણ અટકાવવા માટે જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ તથા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનના મુખ્ય મુદ્દાઓમાં ૧. પગાર સમયસર મળતો નથી. ૨. પગાર પૂરતો મળતો નથી, ૩૦ દિવસ કામ લેવામાં આવે છે અને ૨૬ દિવસનો પગાર ચૂકવવામાં આવે છે. ૩. સરકાર દ્વારા ૧૭૦૦૦ હજાર રૂપિયા પગાર એજન્સીને ચેક આપવામાં આવે છે અને એજન્સી દ્વારા એમ્પ્લોયને ૯૦૦૦ હજાર મળે છે. ૪. સરકાર દ્વારા એસ્કો એકાઉન્ટથી પગાર ચૂકવવાનું જાહેર કરેલ છે છતાં પણ એમ્પ્લોયને એસ્કો એકાઉન્ટ દ્વારા પગાર આપવામાં આવતો નથી. ૫.  છેલ્લા બે વર્ષથી પીએફ જમા થયેલ નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ર્નિણય મળેલ નથી.  ૬. આરડીડી દ્વારા જાહેર કરેલ છે કે, યુનિફોર્મ, બોનસ, આઇકાર્ડ વગેરે એજન્સીને ચૂકવેલ છે જે એમ્પ્લોયને મળતું નથી. ૭. અમે છેલ્લા બે વર્ષથી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપીએ છીએ ત્યારે સરકાર અમને સરકારી ભરતીમાં પ્રથમ પ્રાયોરિટી આપે. ૮. સરકાર દ્વારા અમને અનુભવ સર્ટિફિકેટ આપવામાં આવે જેથી ભવિષ્યમાં સરકારી ભરતીમાં અમને લાભ થઈ શકે. આ મુદ્દાઓની વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નિવારણ આવતું નથી. તેમજ હાલમાં જૂનાગઢ જિલ્લાના તમામ આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને તા.૩૦-૬-ર૦ર૧થી ફરજ ઉપરથી છુટા કરી દેવામાં આવ્યા છે તેમજ હજુ તેમનો ૨ મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. તેમજ છેલ્લા ૩ વર્ષ થી થતું પીએફ પણ જમા કરવામાં આવેલ નથી. જે કર્મચારીઓ કોરોના દરમ્યાન પોતાની ચિંતા કર્યા વગર ફરજ બજાવી તે તમામને અત્યારે આવા સમયનો સામનો કરવો પડી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!