વન્ય જીવોની સલામતી માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા હોવાનાં અહેવાલો અવાર-નવાર જાહેર કરવામાં આવે છે. સત્તાવાર રીતે પણ આ અંગેની પ્રેસનોટો જારી થતી હોય છે અને સબ સલામત હોવાનું કહેવામાં આવે છે. પરંતુ એક સર્વેમાં બહાર આવેલી વિગત અનુસાર ગિરમાં વિહળતા સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ માટેનાં વેટરનરી ડોકટરની ૧૬ જેટલી જગ્યા ખાલી પડી છે અને આ અંગે તત્કાલ કાર્યવાહી કરવા જરૂરી છે. નહીતર સાવજાે અને વન્યપ્રાણીઓ રામભરોસે હોવાની બાબત પુરવાર થઈ શકે તેમ છે. ગિર જંગલમાં વિહરતા સાવજાે સહિતના વન્ય પ્રાણીને કોઇ ઇજા કે બિમારી હોય તો સારવાર માટે ફક્ત ૩ જ વેટરનરી ડોક્ટરો છે. આ માટેની ૧૬ જગ્યાઓ ખાલી છે. ત્રણ વર્ષ પહેલાંની કેનાઇન ડિસ્ટેમ્પર જેવી ખતરનાક ઘટના પછીને વનવિભાગે વેટરનરી તબીબોની ભરતીની તસ્દી ન લેવાયાને લીધેજ સાવજાે માટે આ સ્થિતી જાેખમી નિવડે એવી બની છે. જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ હેઠળ આવતા જૂનાગઢ, ધારી, સાસણ ગિર, પાલીતાણા અને સક્કરબાગ ઝૂ એમ કુલ ૫ વિભાગો છે. જેમાં ૧૯ વેટરનરી સર્જનની જગ્યા મંજૂર થયેલી છે. તેને બદલે આટલા વિસ્તારમાં ફક્ત ૩ વેટરનરી તબીબો છે અને ૧૬ જગ્યા ખાલી છે. ગિર પૂર્વ વનવિભાગ ધારી, વન્ય પ્રાણી વિભાગ સાસણ-ગિર અને સક્કરબાગ ઝૂમાં ૧-૧ જગ્યાઓ ભરાયેલી છે. જૂનાગઢના વન્ય પ્રાણી વર્તુળે એક આરટીઆઇ અંતર્ગત અપાયેલા પ્રત્યુત્તરમાં આ વિગતો આપી છે. અત્રે નોંધનિય છે કે, ચારેક વર્ષ પહેલાં ગિર પૂર્વ વનવિભાગ હેઠળની દલખાણિયા રેન્જમાં સાવજાે વચ્ચે ઇન્ફાઇટ થઇ હતી. જેમાં ઇજાને લીધે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફાટી નિકળ્યો હતો. પરિણામે ૨૩ થી વધુ સાવજાે મોતને ભેટ્યા હતા. આથી વનવિભાગે તમામ સાવજાેનું વ્યાપક પ્રમાણમાં રસીકરણ કર્યું હતું. આ ઘટના બાદ પણ વેટરનરી સર્જનની જરૂરિયાત પ્રમાણેની ભરતી થઇ નથી. હાલ ગિરમાં સાવજાેની સંખ્યા ૭૦૦ને પાર કરી ગયાનો અંદાજ છે. અને જે વિસ્તારમાં સાવજાેની સંખ્યા સૌથી વધુ છે ત્યાંજ વેટરનરી ડોક્ટરો ગણીને ૩ છે. જેમાં જૂનાગઢનાં સક્કબાગ ઝૂનાં ડો. આર.એફ. કડીવાર, સાસણના ડો. જે.પી. દેસાઇ અને જશાધારના ડો. એચ.જી. વામજાનો સમાવેશ થાય છે. જે પૈકી ૨ તો વર્ષોથી ફરજ બજાવતા હોવા છતાં સરકારી ચોપડે હંગામી જ છે. આમ વનવિભાગ ત્રણેય પાસેથી કુલ ૧૯ વેટરનરી તબીબોનું કામ લેતી હોવા છત્તાં કાયમી નિમણૂંક નથી અપાઇ. બીજી તરફ એક વેટરનરી સર્જનને જંગલમાં કોઇપણ પ્રાણીને ઇન્ફાઇટ કે બીજી કોઇ રીતે ઇજા થઇ હોય તો તેની સારવાર, રેસ્ક્યુ કરીને લાવેલા પ્રાણીનું મેડીકલ ચેકઅપ અને સારવાર, પાંજરે પૂરેલા પ્રાણીઓની રૂટિન તપાસ, આ સહિત બીજી અનેક કામગિરી કરવાની હોય છે. આમ સાવજાેની તંદુરસ્તી હાલ ભગવાનના ભરોસે છે એમ કહી શકાય. આમાં હજી દીપડા, મગર કે બીજા પ્રાણીઓની ગણતરી તો કરીજ નથી. વધુમાં ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, બગસરા, લાઠી, લીલિયા, બાબરા, કુંડલા, જૂનાગઢ, મેંદરડા, વિસાવદર, ઊના, કોડીનાર, ગિરગઢડા, તાલાલા, ભાવનગર, જેસર, વલ્લભીપુર, પોરબંદર, રાણાવાવ અને ભાણવડ સહિતનાં તાલુકાઓ છે. જયારે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ હસ્તકના વિસ્તારોમાં અનામત જંગલ ૨૦૦૦.૯૪ ચોરસ કિમી છે. આ ઉપરાંત ગિર રાષ્ટ્રિય ઉદ્યાન અને અભયારણ્ય અને તેને સંલગ્ન વિસ્તારો, ગિરનાર અભયારણ્ય, મીતિયાળા અભયારણ્ય, પાણિયા અભયારણ્ય, સુત્રાપાડા, કોડીનાર, ઊના અને વેરાવળનો સમુદ્રતટિય વિસ્તાર, રાજુલા-જાફરાબાદ અને નાગેશ્રીનો દરિયાકાંઠો, સાવરકુંડલા-લીલિયા અને તેને સંલગ્ન વિસ્તારો અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews