અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ડો. સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢ દ્વારા અધ્યાપકો માટે વેકિસનેશન કેમ્પ યોજાયો

0

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ઉચ્ચ શિક્ષા સંવર્ગ, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિસ્તાર જૂનાગઢ અને ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમસાયન્સ કોલેજ જૂનાગઢ દ્વારા યુનિવર્સિટીની વિવિધ પરીક્ષા આયોજન પૂર્વે બાકી રહેલા અધ્યાપકગણનાં વેકિસનેશન માટે તા.૬-૭-ર૦ર૧નાં રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્દાટન ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીએ કરી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષ મહાસંઘ-ઉચ્ચ સંવર્ગ અને ડો. સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢની સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃતિને બિરદાવી હતી. આ કેમ્પમાં પપ જેટલા અધ્યાપક મિત્રોને વેકિસન આપવામાં આવી હતી. આ તકે પ્રિ. રાજેશ ભટ્ટ, પ્રિ. મગન તાળા, પ્રિ. દિનેશ દઢાણીયા, ડો. ઓમ જાેશી વગેરેએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘનાં અધ્યક્ષ ડો. બલરામ ચાવડા અને મહામંત્રી ડો. વિશાલ જાેશી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં ડો. રવિ ડેડાણિયાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનાં આયોજન માટે સંઘનાં કન્વીનર પ્રો. પ્રજ્ઞેશ શાહ અને સંસ્થાનાં પ્રમુખ અને ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!