જૂનાગઢમાં ગાળો બોલવા પ્રશ્ને હુમલો : સામ સામી ફરીયાદ

0

જૂનાગઢમાં સુખનાથ ચોક, મેમણ કોલોનીનાં ત્રીજા માળે રહેતા મુસ્કાનબેન મહમદભાઈ સોરઠીયા (ઉ.વ.રર)એ સાહિલ આસીફભાઈ, ઈકબાલભાઈ યુનુસભાઈ રહે. બંને શાલીમાર કોલોનીવાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદીનાં જેઠ સાકીરભાઈને ગાળો બોલતા હોય જેથી આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાહેદ સાકીરભાઈને બિભત્સ શબ્દો કહી ઢીકાપાટુનો માર મારી છરી બતાવી ગુનો કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવી છે. જયારે સામા પક્ષે અલ્માસબેન ઈરફાનભાઈ સોરઠીયા (ઉ.વ.૩પ)એ સાકીરભાઈ, સુમેરભાઈ અને સીમાબેન વિરૂધ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપી સીમાબેને ફરીયાદીને હાથ ઉછીના રૂા.૧૦ હજાર આપેલ હોય જેની માંગણી કરતા ફરીયાદીનાં પુત્ર સોહિલે ના પાડતા આરોપીઓએ સોહિલ તથા ઈરફાનભાઈને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી અને આરોપી નં.રએ છરી હાથમાં મારી આરોપી નં.૧ પાઈપ મારી ઈજા કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!