કૃષ્ણની નગરી દ્વારકાધામમાં થયો ચમત્કાર : આકાશી વીજળી મંદિર શિખર ઉપર પડતા માત્ર ધ્વજ દંડને જ નુકશાન

0

દ્વારકામાં ભગવાન દ્વારીકાધીશ બીરાજમાન છે, તેનો પ્રત્યક્ષ પરચો તારીખ ૧૩-૭-૨૦૨૧ના લોકોએ જાેયો હતો. ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ દ્વારકા પંથકમાં પધરામણી કરી હતી અને ગાજવિજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. પરંતુ ચમત્કારની વાત એ હતી કે, વિજળી એટલી ભયંકર હતી કે, લોકો ડરી ગયા હતા. પરંતુ ભગવાન દ્વારીકાધીશ બીરાજમાન હોય, ત્યારે ડર શેનો ? દ્વારકા જગત મંદિરમાં બીરાજમાન ભગવાન દ્વારીકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરવા હજારોની સંખ્યામાં લોકો હજારો કિલોમીટર દુરથી પગે ચાલીને અથવા પોતાના વાહન અને ટ્રેન વડે દર્શને આવતા હોય છે અને પોતાની મનોકામના પુર્ણ થતા અહી જગતમંદિરના શિખર ઉપર ધ્વજાઆરોહણ કરતા હોય છે. અને સમય સમયે દ્વારકાધીશે સાબીત કર્યું છે કે, હું છું પછી ૧૯૬૨નો બોમ્બ મારો હોય કે ૨૦૦૧નો ધરતીકંપ. ૧૯૬૨માં પાકિસ્તાન દ્વારા જગતમંદિરને તોડવા ૩૫૬ બોમ્બ ફેકાયા હતા. પરંતુ એક કાંકરી પણ ખરી ન હતી. ૨૦૦૧ના ભયંકર ધરતીકંપે ગુજરાતને હચમચાવી મુક્યું હતું પણ દ્વારકામાં એક નળીયુ પણ પડ્યું નહી. એટલે ત્યારથી લોકોની શ્રધ્ધામાં ખુબ વધારો થયો છે. આવોજ એક પરચો દ્વારકાવાસીઓએ જાેયો. ગઈકાલે સવારથી જ મેઘાના જાેરદાર મંડાળ થયા હતા, ખુબ જ ગાજવિજ થઈ હતી અને વિજળી ખુબ થતી હતી. જેથી લોકો ભયભીત થયા હતા. પરંતુ આ વિજળી જગતમંદિરના શિખર ઉપર ધ્વજાજી ઉપર પડી હતી અને પલભરમાં શિખરથી ઉતરી નીચે જમીનમાં ઉતરી ગઈ હતી. ધ્વજ સ્તંભને પણ નુકશાન થયું હતું. પણ આ વિજળીને જાણે પોતાનામાં સમાવી લેતા, જ્યાં ગાજવિજ થઈ રહ્યું હતું તે એકદમ શાંત થઈ ગયું હતું. આવો નજારો આ અગાઉ પણ વર્ષો પહેલા બન્યું છે. વડીલોના કહેવા અનુસાર જ્યારે આવી ઘટના બને ત્યારે વિજળીને ભગવાન દ્વારીકાધીશે સમાવી લઈ લોકોની રક્ષા કરી છે. આસ્થાનું  પ્રતીક રહેલ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગત મંદીરે વિશ્વભરના આસ્તિકો શીશ જુકાવવા આવે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે જગત મંદિર ઉપર ગજબની સંયોગ જાેવા મળ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે બાવન ગજની જે ધ્વજા ફરકી રહી છે તેની ઉપર વીજળીનું આલિંગન થયું હતું. જેના કારણે ધ્વજાજીને થોડું નુકશાન થયું હતું. જાેકે મંદિરને કોઈ અસર થઈ ન હતી. વીજળીને અને ભગવાન શ્રી કૃષ્ણને શું સબંધ છે આવો જાણીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!