જૂનાગઢ તાલુકાનાં ઈવનગર ગામે જુગાર દરોડો ઃ એક મહિલા સહિત ૭ ઝડપાયા

0

જૂનાગઢ તાલુકા પોલીસે ઈવનગર ગામે જુગાર અંગે દરોડો પાડતા એક મહિલા સહિત સાતને રૂા.૧૪,પ૯૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે અને તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
રાણપુર ગામે જુગાર દરોડો
ભેસાણ તાલુકાનાં રાણપુર ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ રૂા. ૪૪,ર૩૦નાં મુદામાલ સાથે ૮ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કેશોદ : જુગાર દરોડો
કેશોદ પોલીસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની રૂા. ૩૭પ૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે.
માંગરોળમાં જુગાર દરોડો
માંગરોળ પોલીસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર શખ્સોને કુલ રૂા. ૧૦,૩પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ચોરવાડ પોલીસે ખેરા ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.પ૩૦ની રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!