પેગાસસ સ્પાયવેર વિવાદમાં કેન્દ્ર સરકાર કોઈ તપાસ શરૂ કરવા માટે સ્પષ્ટ રીતે તૈયાર નથી, તેથી અમુક કાનૂની નિષ્ણાંતોનો મત છે કે, સુપ્રીમ કોર્ટે જાતે જ આ મુદ્દો હાથમાં લેવો જાેઈએ અને સરકારને તેની સમક્ષ તમામ રેકોર્ડ મૂકવા માટે કહેવું જાેઈએ. તેઓએ કહ્યું છે કે, લક્ષ્ય કરવામાં આવેલા લોકોની લીક થયેલી સૂચિમાં સુપ્રીમ કોર્ટના એક જજનું નામ પણ બહાર આવ્યું હોવાથી, સર્વોચ્ચ અદાલતે પોતાની ગોપનીયતાનો અધિકાર, જે મૂળભૂત અધિકાર છે, તેનો ભંગ થયો છે તે વાત ધ્યાનમાં લેવી જાેઈએ. પેગાસસ સ્પાયવેર વિવાદ લગભગ બે વર્ષ પછી ફરી સામે આવ્યો છે. આ અગાઉ, ૨૦૧૯ના અંતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારે કેટલાક પત્રકારો અને ભારતમાં માનવાધિકાર કાર્યકર્તાઓ ઉપર જાસૂસી કરવા માટે ઈઝરાયેલ સ્થિત ફર્મ એનએસઓ જૂથની નિમણુંક કરી હતી. હાલમાં જ થોડા દિવસો પહેલાં જ, આ લીસ્ટમાં વધુ મોટા નામ બહાર આવ્યા છે, જેમાં સંસદસભ્યો, બંધારણીય અધિકારીઓ, વિરોધી પક્ષના નેતાઓ અને પત્રકારોનો સમાવેશ થાય છે. તેમ છતાં સરકારે તેની સંડોવણીના તમામ આરોપોને નકારી કાઢ્યા છે, ત્યારે નિષ્ણાંતો કહે છે કે, આ મુદ્દે સ્વતંત્ર તપાસ કરવી જાેઈએ. સિનિયર વકીલ અને ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી), સિંહે કહ્યું કે, ‘આ વિવાદ બતાવે છે કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ આ દેશમાં સુરક્ષિત નથી. એક જજનું નામ આ સૂચિમાં બહાર આવ્યું છે પણ તમને ખબર નથી કે હજી કેટલા નામો હોય શકે છે. સામાન્ય માણસના ગોપનીયતાના અધિકાર વિષે ભૂલી જાઓ, ન્યાયાધીશોના પોતાના બંધારણીય અધિકારને આ દેશમાં જાેખમ છે.’ તેમણે ઉમેર્યું કે, ‘એનએસઓ ગ્રુપ કહે છે કે, તે આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે દેશોને પેગાસસ સ્પાયવેર પ્રદાન કરે છે અને ગોપનીયતાનો અધિકાર આવા કિસ્સાઓમાં જાેવામાં આવતો નથી. પરંતુ આ સોફ્ટવેર દ્વારા એવા પ્રકારના લોકોની જાસૂસી કરવામાં આવી છે જે તેનો સ્પષ્ટ દુરૂપયોગ છે.’ અન્ય એક ભૂતપૂર્વ એએસજી અને જાણીતા ફોજદારી વકીલ સિદ્ધાર્થ લુથ્રા કહે છે કે, બંધારણીય અદાલત આ મુદ્દે સુઓ મોટો કેસ લઈ શકે છે. લ્યુથરાએ જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ માટે સુઓ મોટો કેસ નોંધાવવા માટે બંધારણીય અદાલતો પાસે સત્તા છે, કારણ કે, આર્ટિકલ ૨૧ (ગોપનીયતા)નો ભંગ થાય છે. આ ઉપરાંત, તેઓ કહે છે કે, જાે કોઈનો ફોન હેક કરવામાં આવે છે, તો તે માહિતી ટેકનોલોજી અધિનિયમ અને/અથવા ટેલિગ્રાફ એક્ટ હેઠળનો ગુનો બને છે અને ભોગ બનેલી કોઈપણ વ્યક્તિ તપાસની માંગ માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે અને જાે પોલીસ કાર્યવાહી ન કરે તો તે કોર્ટના હસ્તક્ષેપ દ્વારા થઈ શકે છે. લુથરાએ એક સ્ત્રોત આધારિત રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘અલબત્ત, પોલીસ સ્રોતની માહિતી ઉપર એફઆઈઆર નોંધી શકે છે કારણ કે, આ ગુનાઓ ઓળખી શકાય તેવા છે, પરંતુ હું સમજું છું કે સંસદીય પેનલ આ આક્ષેપો તરફ ધ્યાન આપી રહી છે અને ઈન્ફર્મેશન ટેકનોલોજીની સ્થાયી સમિતિના વરિષ્ઠ કોંગ્રેસના નેતા શશી થરૂરની અધ્યક્ષતામાં, પેગાસસ સ્પાયવેરના કેસની તપાસ કરવામાં આવી શકે છે. જાે કે, ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના કાર્યકારી ડિરેક્ટર, અપાર ગુપ્તા, ભારતની ઓનલાઈન સ્વતંત્રતા, ગોપનીયતા અને નવીનતાનો બચાવ કરતી સંસ્થા માને છે કે, સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસ વધુ આવકાર્ય છે કારણ કે, કેટલીકવાર કોર્ટ દ્વારા મોનિટર કરવામાં આવતી તપાસમાં કંઈપણ મળતું નથી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચોક્કસપણે સુપ્રીમ કોર્ટ આ મામલાની તપાસ કરી શકે છે અને સરકારને એફિડેવિટ દ્વારા પોતાની વાત જણાવવા માટે કહી શકે છે કે, પેગાસસ સ્પાયવેર ખરેખર ખરીદવામાં આવેલ છે કે, નહીં અને જેમના નામ બહાર આવ્યા છે તેમની જાસૂસી કરવામાં આવી છે કે નહીં. તેમણે ઉમેર્યું કે, ‘કોર્ટ દ્વારા મોનિટર કરેલી પૂછપરછ કેટલીકવાર ખૂબ ફાયદાકારક હોતી નથી. દાખલા તરીકે, બ્લેક મનીના કેસમાં, વરિષ્ઠ એડવોકેટ રામ જેઠમલાણીએ કરેલી અરજી, સરકારે ગુપ્તતાની કલમને ટાંકીને વિદેશમાંથી પૈસા મોકલનારા લોકોની સૂચિ આપવાનો ઈન્કાર કર્યો હતો, માટે પારદર્શિતા, જાહેરાત અને જવાબદારીની દ્રષ્ટિએ જેપીસી પ્રક્રિયા સૌથી વધુ અસરકારક માર્ગ છે.’
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews