ગેરકાયદેસર બાયોડીઝલ વેંચાણના કુલ ૨૫૦ ગુના દાખલ કરી કુલ ૪૧૪ આરોપીઓની ધરપકડ કરાઈ

0

ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે બાયોડીઝલનું ગેરકાયદેસર વેંચાણ થતું હોવાનું ધ્યાને આવતાં સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલ છે. જે સંદર્ભે પોલીસ દ્વારા સ્થાનિક વહિવટી તંત્ર અને પુરવઠા ખાતાના અધિકારીઓ તથા રાજય વેરા વિભાગના અધિકારીઓની સંયુકત ટીમ દ્વારા આ પ્રકારના ગેરકાયદેસરના ધંધા ચલાવતા એકમો ઉપર રેઇડ કરવાની ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવેલ હતી. હાલમાં રાજયમાં અમુક સ્થળોએ આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલી રહેલ હોવાનું રાજય પોલીસ વડા આશીષ ભાટિયાના ધ્યાન ઉપર આવેલ હતું. જેથી આ સંદર્ભે રાજયના તમામ જીલ્લા/શહેરના પોલીસ વડાઓને આ અંગેના એક ખાસ એકશન પ્લાન પ્રમાણે બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેંચાણ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા ડી.જી.પી. દ્વારા આદેશ આપવામાં આવેલ છે. બાયોડીઝલના નામે હલકી ગુણવત્તાના પેટ્રોલીયમ પદાર્થોનું મિશ્રણ કરીને વેંચવામાં આવતું હોવા અંગે તેમજ બાયોડીઝલ તરીકે વેંચાતા આ પદાર્થો ઉદ્યોગો માટેના વપરાશના નામે આયાત થતાં હોવાથી બાબત પણ તપાસવા આદેશ આપવામાં આવેલ છે. ડી.જી.પી.ના આદેશ અનુસાર દરેક જીલ્લા/શહેર દ્વારા સ્થાનિક કક્ષાએ અલગ-અલગ ટીમો બનાવીને બાયોડીઝલ વેંચતા પંપ કે અન્ય સ્થળોએ રેઇડ કરવામાં આવેલ છે. જેમાં સપ્ટેમ્બર ૨૦૨૦ થી તા.૧૮-૭-૨૦૨૧ સુધીમાં કુલ-૨૧૮ ગુનાઓ દાખલ કરી કુલ-૩૫૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ અંગેની કડક કાર્યવાહી હાલમાં પણ ચાલુમાં છે અને તા.૨૦-૭-૨૦૨૧ સુધીમાં કુલ-૨૫૦ ગુનાઓ દાખલ કરી કુલ-૪૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આમ રાજયમાં બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેંચાણ અંગે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરી બે દિવસમાં જ કુલ-૩૨ ગુનાઓ શોધી કાઢી કુલ-૬૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં જે લોકો આ પ્રકારે બાયોડીઝલના નામે ઇંધણ વેંચતા હોય તેમની પાસે બાયોડીઝલ વેંચવાનો કોઇ પરવાનો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.  ડી.જી.પી. દ્વારા આવા ગુનાઓના મૂળ સુધી પહોંચીને જે પદાર્થો બાયોડીઝલના નામે વેંચવામાં આવે છે તે ખરેખર શું છે અને તેનો મોટી માત્રામાં જથ્થો કયાંથી આવે છે તે અંગે પણ તપાસ કરવા ઉપર ભાર મૂકવામાં આવેલ છે. આમ રાજયમાં અનધિકૃત બાયોડીઝલ વેંચાણના રેકેટનો પર્દાફાશ કરી આવી પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબુદ કરવા કાર્યવાહી કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!