ગુજરાત કોરોનાના ડેલ્ટા અને કપ્પા એમ બે-બે વેરિયેન્ટનાં કેસો સામે આવતાં સરકાર ‘સચેત’ બની

0

ગુજરાત રાજ્યમાં કોરોનાના સતત કેસો ઘટતા જળવાઈ રહેલી રાહતજનક સ્થિતિ વચ્ચે હવે કોરોનાના નવા બે-બે વેરિયેન્ટ દેખાતા ફરીવાર તંત્રની દોડધામ શરૂ થઈ જવા સાથે ચિંતા વધી જવા પામી છે. આ બાબતને લઈ રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવે પત્રકાર પરિષદ યોજી લોકોને પણ સાવચેત રહી બિનજરૂરી બહાર જવાનું ટાળવા સહિતની સલાહ આપી છે. ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે. ત્યારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં કપ્પા વેરિઅન્ટ અને ડેલ્ટા વેરિઅન્ટ જાેવા મળ્યા છે. જે મામલે રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ વધુમાં જણાવ્યું કે, ડેલ્ટા વાયરસ જરૂર ગુજરાતમાં મળ્યો છે આ અંગે તકેદારી રાખવામાં આવી રહી છે. બીજી તરફ કપ્પા વેરિઅન્ટ હાલ આઈસીએમઆર માટે પણ વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ છે. કપ્પા વેરિઅન્ટ હાલ સુધી ઘાતક હોવાનું સાબિત થયું નથી, તેમ છતાં પણ આ વેરિઅન્ટ જ્યાંથી મળી આવ્યો હોય ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ સજ્જડ રીતે કરવામાં આવી રહ્યું છે. આ સાથે અધિક મુખ્ય સચિવે લોકોને કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવા, માસ્ક પહેરવા, હેન્ડ વોશ કરવા અને સોશિયલ ડિસ્ટન જાળવવા અપીલ કરી છે. જાે આ નિયમો પાળીશું તો કોરોનાની ચેઈન તૂટી શકશે. તેમણે ઉમેર્યું કે, બીએસએસફના જવાનો પોઝિટિવ આવ્યા હતા. તેમનું જાેનોમ સિક્વન્સ માટે મોકલી આપ્યા છે તેમનામાંથી ડેલ્ટા વેરિઅન્ટ મળી આવ્યો છે. તેમના ઉપર તંત્રની પૂરી નજર છે અને તેમને એક જ સ્થળે ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. અત્રે નોંધનીય છે કે, કપ્પા વેરિઅન્ટ અંગે હાલ સરકાર તો ખૂબ જ સતર્ક છે પરંતુ નાગરિકોએ પણ સતર્ક રહેવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. કોરોનાના નવા આવેલા વેરિઅન્ટ ઉપર આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, કોવિડ-૧૯ના કોવિડના વેરિઅન્ટ ક્યાં અને કેટલા ઘાતક છે, તે who અને ICMR નક્કી કરે છે. વાયરસ કેટલો ઝડપી ફેલાય છે, તે નક્કી કરી રાજ્યોને જણાવાય છે. ચાર પ્રકારના વાયરસ જાેવા મળે છે. જેનેટિક ફેરફાર થયા હોય તેવા વેરિઅન્ટ જાેવા મળે છે. અગાઉના વાયરસ કરતા ડેલ્ટા ઝડપી ફેલાય છે. રાજ્યમાં કેટલાક કેસો ડેલ્ટાના મળ્યા છે. કપ્પા વેરિઅન્ટ હજુ ઘાતક સાબિત થયો નથી, તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતમાં છેલ્લા દોઢેક માસથી કોરોનાના કેસ નિયંત્રણમાં છે. એપ્રિલ-મે દરમ્યાન અમદાવાદની હોસ્પિટલોમાં દાખલ થવા માટે હોસ્પિટલોમાં કલાકો સુધી રાહ જાેવી પડતી હતી. પરંતુ હવે એ સ્થિતિ છે કે, અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કુલ ૫૭૯૯ બેડમાંથી માત્ર ૧ જ દર્દી સારવાર હેઠળ છે. જાે કે, ડોક્ટરોના મતે કોરોના કેસ હાલમાં ભલે ઘટી રહ્યા હોય પરંતુ કોરોના વાયરસ હજુ આપણી વચ્ચેથી ગયો નથી. જેના કારણે ઓછા કેસથી વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવાની લોકોની બેદરકારી ત્રીજી લહેરને ઝડપથી આમંત્રણ આપી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!