ઓગસ્ટમાં પ્રથમ ધો.-૬થી ૮ અને ત્યારબાદ ૧થી પના વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા

0

ગુજરાત રાજયમાં કોરોનાએ હાહાકાર સર્જયા બાદ છેલ્લા કેટલાક સમયથી સતત કેસો ઘટતા પરિસ્થિતિ જાણે થાળે પડી રહી હોય તેમ જણાય છે. ત્યારે રાજય સરકાર હવે લાંબા સમયથી બંધ શાળા-કોલેજાે તબક્કાવાર શરૂ કરવા તરફ આગળ વધી રહી છે. ધોરણ- ૯થી ૧રના વર્ગો શરૂ થઈ ગયા બાદ હવે આગામી દિવસોમાં ધોરણ-૬થી ૮ના વર્ગો પણ શરૂ કરવાની દિશામાં તૈયારીઓ શરૂ કરાઈ હોવાની અને આ અંગે કોર કમિટીમાં નિર્ણય લેવાય તેવી વિગતો પ્રાપ્ત થવા પામી છે. રાજ્યભરમાં ધોરણ ૯થી ૧૧ના ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેત આપ્યા છે. અમદાવાદના દ્ગઝ્રઝ્ર હેડક્વાર્ટર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ ૯થી ૧૧ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે. ત્યાર બાદ વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો ર્નિણય લેવામાં આવશે. જાે કે, બાળકોએ શાળાએ આવવું ફરજીયાત નથી. બીજી તરફ શાળાઓએ ફરજીયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે તેમ પણ શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું. બીજી તરફ ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. ૧૫ ઓગસ્ટ બાદ ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરવા બાબતે પણ સરકાર વિચારણા કરશે. ૫૦ ટકા કેપિસિટી સાથે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. આ અંગે આગામી ટૂંક સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરી શકે તેમ શિક્ષણ મંત્રીના નિવેદન ઉપરથી જણાય છે. રાજ્યભરમાં ધોરણ ૯થી ૧૧ના વર્ગોની શાળાઓ ઓફલાઈન શરૂ થઈ છે. ત્યારે અમદાવાદમાં પણ સવારથી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઊઠી હતી. લાંબા સમય બાદ ધોરણ ૯થી ૧૧ના વર્ગો શરૂ થયા છે. ત્યારે પોતાના સાથી મિત્રોને મળીને છાત્રો ખુશ જાેવા મળ્યાં હતાં. મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પહોંચે તે પહેલાં ફરજિયાત માસ્ક, સોશ્યલ  ડિસ્ટન્સિંગ અને હેન્ડ સેનેટાઈઝ કરાવવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. વિદ્યાર્થીઓની પ૦ ટકા કેપેસિટી સાથે શાળાઓમાં વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!