સંસ્કાર ભારતી દ્વારા ગુરૂપૂર્ણિમાનાં અવસરે નટરાજ પૂજન અને ગુરૂ વંદનાનો કાર્યક્રમ યોજાયો

0

ગત તારીખ ર૪ જુલાઈ જૂનાગઢ સ્થિત સપ્તક સંગીત વિદ્યાલયનાં સગીત ખંડ ખાતે રાષ્ટ્રીય સંસ્થા સંસ્કાર ભારતી જૂનાગઢ સમિતિ દ્વારા હિન્દુ પરંપરાનાં પાવન પર્વ ગુરૂપૂર્ણિમા ઉત્સવ અંતર્ગત સર્વે કલાનાં ગુરૂ સદાશિવ મહાદેવ શ્રી નટરાજજીનું પૂજન અર્ચન કરી ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટય અને નટરાજ પૂજન સર્વે સંજયભાઈ પંડયા મીડિયા સેલ ભારતીય જનતા પાર્ટી, જાણીતા લોકગાયક રાજુ ભટ્ટ, સંસ્કાર ભારતીનાં અધ્યક્ષ વિપુલ ત્રિવેદી, દિનેશભાઈ દવે, એસએએન વાખારિયા તેમજ ઉપસ્થિત સદસ્યો દ્વારા થયું હતું. ગુરૂવંદના કાર્યક્રમમાં જાણીતા શાસ્ત્રીય ગાયક વિપુલ ત્રિવેદી તેમજ નીરૂ દવે, ખુશાલી બક્ષી, દર્પિત દવે, ધ્વનિત ત્રિવેદી, પાર્થ હિંડોચા, અવધ પટેલ, આદિત્ય ત્રિવેદી, તનય પુરોહિત, કુ. શ્રીમલ્લિકા કુ. શ્રીવાણી, દિશા વાઘેલા દ્વારા ગુરૂ ભકિતની સુંદર રચનાઓની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. વાદ્ય સંગીતમાં ચિંતન સોની, શુભમ દવે, રિધમ સોની, તપન સોની, તુષાર ફિચડીયા, આકાશ રાઠોડ દ્વારા થયેલ, પ્રસ્તૃત યુવા અને બાળ કલાકારોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવેલ હતું. આ તકે જતીનભાઈ નાણાવટી, સંજયભાઈ પંડયા, જાણીતા હાસ્યકાર જીતુભાઈ દ્વારકાવાળા, દિનેશભાઈ દવે, એસ.એન. વખારિયા, ડી.સી. વૈષ્ણવ, ઋત્વી જાેશી, જાપન બક્ષી ઉપસ્થિતિ રહેલ હતા. કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ ભટ્ટ દ્વારા સુંદર રીતે થયેલ હતું. કાર્યક્રમનાં અંત સંસ્કાર ભારતીનાં અધ્યક્ષ વિપુલ ત્રિવેદી દ્વારા સુંદર પ્રસ્તૃતી બદલ સર્વે કલાકારોને બિરદાવી પ્રેરણા દાયક વ્યકતવ્યથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!