સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢ દ્વારા વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો

0

સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢ અને હાટકેશ હોસ્પિટલ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૭-ર૦૨૧ના રોજ  વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જૂનાગઢના ન્યુરોફિઝીશયન, આંખ, કાન, ગળા, સ્કીન સ્પેશ્યાલીસ્ટ, હાડકાના એમ કુલ ૧૨ જેટલા નામાંકિત ડોકટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. આ સર્વ રોગ નિદાન કેમ્પનો રવિવારના સતત વરસતા વરસાદના માહોલમાં ૫૨૫ જેટલા લોકોએ લાભ લીધો હતો. કેમ્પમાં લાભાર્થીઓને એક્ષરે તદન ફ્રીમાં કરી આપવામાં આવેલ હતો. તેમજ લેબોરેટરી ટેસ્ટ અને કાનના મશીન ખુબ જ રાહત ભાવે આપવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે હાટકેશ હોસ્પીટલના કલ્પીતભાઈ નાણાવટી તેમજ સીનીયર સીટીઝન મંડળના શ્રી માંકડ, શ્રી ઝાલાવાડિયા, વજસીભાઇ સોલંકી, લલીતભાઈ દવે અને મંડળના કાર્યકરોએ ખુબ જ મહેનત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!