આવતીકાલે લોહાણા રઘુવંશી સમાજની નાગપંચમી

0

તહેવારોની મોસમ શરૂ થઈ ચુકી છે ત્યારે આવતીકાલે લોહાણા રઘુવંશી સમાજની નાગપંચમીનું પર્વ હોય સવારથી જ નાગદેવતાનાં મંદિરે પૂજન-અર્ચન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં તેમજ દેશભરમાં વસતા લોહાણા રઘુવંશી સમાજનાં પરીવારજનો દ્વારા નાગદેવતાનું પૂજન થશે. નાગદેવતાને પ્રસાદરૂપે ફણગાવેલા મગ-ચણા, બાજરો, નાગલા, શ્રીફળ વગેરે ચડાવી અને શાસ્ત્રોકતવિધિ સાથે પૂજન થશે. અને પરીવારજન તેમજ સર્વેનાં કલ્યાણની કામના કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!