સમસ્ત વાલ્મીકી સમાજ જૂનાગઢ દ્વારા તા.રપ-૭-ર૦ર૧નાં રોજ ગરવા ગિરનારની ગોદમાં ઐતિહાસીક નરસૈયાની નગરીમાં કૈલાસફાર્મ ખલીલપૂર રોડ ખાતે સવારનાં ૧૦ થી ૬ સુધી સોૈરાષ્ટ્ર-કચ્છ વાલ્મીકી સમાજની એક બિનરાજકીય ચિંતન શિબીરનું આયોજન થયેલ હતું. જૂનાગઢની વાલ્મીકી સમાજનાં પાંચેય વિસ્તારોનાં પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, પ્રેમજીભાઈ ચુડાસમા, લખુભાઈ ચુડાસમા, કાુળભાઈ ચોૈહાણ, દેવજીભાઈ જેઠવા, કોર્પોરેટર ગિતાબેન પરમાર તથા મોવડી મંડળનાં આગેવાનો નાથાભાઈ વાઘેલા, હિરાભાઈ વાળા વિગેરે દ્વારા દિપ પ્રાગ્યટ કરી કાર્યક્રમ ખૂલ્લો મુકવામાં આવેલ હતો. સ્વાગત પ્રવચન દિનેશભાઈ ચુડાસમાએ કરેલ હતું. ત્યારબાદ પ્રાસંગીક પ્રવચનમાં અમરેલીનાં અરવિંદભાઈ સિતાપરા, રાજકોટનાં મુકેશભાઈ પરમાર, યતીનભાઈ વાઘેલા, અજયભાઈ વાઘેલા, કચ્છનાં ભરતભાઈ વાઘેલા, દેવભૂમિ દ્વારકાનાં જયસુખભાઈ વાઘેલા, જામનગરનાં અમીતભાઈ પરમાર, ભાવનગરનાં જયકીશનભાઈ હાવલીયા, જેન્તીભાઈ બારૈયા, સુરેન્દ્રનગરનાં મયુરભાઈ પાટડીયા, ધોરાજીનાં મનસુખભાઈ સોલંકી, આશીષભાઈ જેઠવા, પોરબંદરનાં ધિરૂભાઈ ઝાલા, મેંદરડાનાં કાન્તીભાઈ પરમાર તથા જૂનાગઢનાં સંગીતાબેન ચુડાસમાએ સમાજનાં વિકાસ માટે, સફાઈ કામમાં કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા, અંધશ્રધ્ધા, કુરીવાજાે, વ્યસનો, લગ્ન-મરણ પ્રસંગોએ ખોટા ખર્ચાઓમાં કાપ મુકવા, સમાજને શિક્ષણ તરફ વાળવા, વાલ્મીકી સમાજનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તથા તેના ઉપર થતા અત્યાચાર નિવારવા હાકલ કરેલ હતી. ચિંતન શિબીરનાં અંતે સમગ્ર સોૈરાષ્ટ્ર કચ્છનાં આગેવાનો દ્વારા સોૈરાષ્ટ્ર કચ્છનાં વાલ્મીકી સમાજ એક પ્લેટફોર્મ ઉપર એક જ બેનર હેઠળ જાેડાઈ કાર્ય કરવા નિર્ણય કરી ‘સોૈરાષ્ટ્ર-કચ્છ વાલ્મીકી સમાજ’નાં બેનર હેઠળ સમાજનું કામ કરવા તથા જીલ્લાની કમીટીઓ બનાવી તથા સોૈરાષ્ટ્ર-કચ્છનું સંગઠન બનાવવાનો નિર્ણય કરેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ વાળાએ કરેલ હતું તથા આભારવિધી બિપીનભાઈ ચોૈહાણએ કરેલ હતું. આ બિનરાજકીય ચિંતન શિબીરને સફળ બનાવવા મોહનભાઈ પરમાર, અશ્વીનભાઈ ઝાલા, મૂકેશભાઈ બોરીચા, ભરતભાઈ પરમાર, પ્રદીપભાઈ જેઠવા, અરવિંદભાઈ ચુડાસમા, હેમંતભાઈ પરમાર, સુનીલભાઈ બોરીચા, વિનુભાઈ જેઠવા, અચુભાઈ પરમાર, અનિલભાઈ ચુડાસમા, અમીતભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા, દિનેશભાઈ ઝાલા, રમેશભાઈ પરમાર, કુણાલભાઈ ચુડાસમા, ઉમેશભાઈ બેરડીયા, જેન્તીભાઈ વાઘેલા સહિત જૂનાગઢ સમસ્ત વાલ્મીકી સમાજનાં તમામ વિસ્તારોનાં નાના-મોટા સર્વે કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews