જૂનાગઢમાં માત્ર ૧૦ ટકાની કિંમતમાં મોબાઈલ વેંચતા ૪ શખ્સો ઝડપાયા

0

જૂનાગઢ શહેરમાં કંપનીનાં લોગોવાળા મોબાઈલ માત્ર ૧૦ ટકા કિંમતમાં વેંચતા ૪ મહારાષ્ટ્રીયન શખ્સોને પોલીસે ઝડપી લઈ રૂા. ર,૭પ,૦૦૦ ની કિંમતનાં પપ મોબાઈલ જપ્ત કર્યા છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરનાં જાેષીપરા આંબાવાડી મેઈન વિસ્તારમાં રાવસાહેબ પવાર મરાઠી, શામલાલ બેલદાર મરાઠી, મોતીરામ જાધવ મરાઠી અને અંબાદાસ બટાઉ મરાઠી નામનાં ૪ શખ્સો મોબાઈલનું વેંચાણ કરે છે તેવી બાતમી મળી હતી. કંપનીનાં લોગોવાળા મોબાઈલ માત્ર ૧૦ ટકાના ભાવે વેંચી રહયા છે તેવી બાતમી બાદ બી ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. જે ચારેય મહારાષ્ટ્ર રાજયના હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સો રૂા. ૪૦ હજારથી પ૦ હજારની કિંમતનાં મોબાઈલ માત્ર રૂા. ૪ થી પાંચ હજારમાં વેંચતા હતાં. બી ડીવીઝન પોલીસે ચારેય શખ્સો પાસેથી કુલ પપ મોબાઈલ કિંમત રૂા. ર,૭પ,૦૦૦ના કબ્જે કરી ચારેયની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં વિપુલભાઈ રાઠોડ, પરેશભાઈ હુણ, મુકેશભાઈ મકવાણા, રઘુવીર વાળા, વનરાજસિંહ ચુડાસમા, ભુપતભાઈ ધુળા વગેરે જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!