માંગરોળ તાલુકાના વિવેકાનંદ વિનય મંદિરના સ્પોર્ટ્‌સ પ્લેયર નેશનલ કક્ષાએ ઝળકયા

0

નેશનલ કક્ષાની તારીખ ૨૩-૭-૨૦૨૧ થી ૨૫-૭-૨૦૨૧ના રોજ સ્પોર્ટ્‌સ સ્પર્ધા યોજાઇ હતી. તેમાં જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાની શ્રી વિવેકાનંદ વિનય મંદિર, માંગરોળ સ્કૂલના સ્પોર્ટ્‌સ પ્લેયર ૪ંર યુથ  નેશનલમાં ઝળહળી ઉઠ્‌યા હતા. જેમાં, વ્યાસ મનોજકુમાર જયંતીલાલ મુ. અમરેલી જિલ્લાના ઢસા(નારાયણ) ખાતે રહેતા  અને હાલ જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાની આ સ્કૂલમાં ફરજ બજાવે છે અને હોકી ટ્રેનર તરીકે ફરજ બજાવે છે તેની પાસે કોચિંગ મેળવીને ૪ંર યુથ નેશનલમાં પદક પ્રાપ્ત કરી સ્કૂલ,ગામ અને જીલ્લાનું નામ રોશન કર્યું છે. જેમાં સિનિયર હોકી ટીમ છ ગોલ્ડ મેડલ સાથે ટ્રોફી મેળવીને વિજય થઇ હતી. સિનિયર હોકી સ્પોર્ટ્‌સ પ્લેયરમાં ૧. મોકરીયા મયંક ભીખુભાઈ (ગોલકીપર), ૨. વાજા યુવરાજ બાલુભાઈ, ૩. વાજા ચિરાગ મુકશેભાઇ, ૪. વાજા ધરમ દિપકભાઈ, ૫. પઠાણ જુનેદખાન રીઝવાનખાન,  ૬. યાદવ શિવમ્‌ બબલુભાઇ,  ૭. કલાસવા સમીર મનહરભાઈ, ૮. ટુકડીયા અમિત કાનજીભાઈ, ૯. પરમાર તુષાર ભરતભાઈ, ૧૦. ખાંભલા રાજ કાનાભાઇ, ૧૧. રાઠોડ જયવિરસિંહ રાજેન્દ્રસિંહ. જયારે જુનિયર હોકી ટીમ મ્ ગોલ્ડ મેડલ સાથે ટ્રોફી મેળવીને વિજય થઇ હતી. જેમાં જુનિયર હોકી સ્પોર્ટ્‌સ પ્લેયરમાં ૧. વાળા ઓમ દિલિપભાઈ (ગોલકીપર), ૨. કરગઢીયા અમિત જયેશભાઈ, ૩. પરમાર શુભમ રાજેશભાઈ, ૪. શેખ માહિર અ.કરીમ, ૫. બ્રહ્માણી રૂષિત ભરતભાઈ, ૬. હૌદાર ગૌરવ જયેશભાઈ, ૭. માલમ મહેન્દ્ર મહેશભાઈ,  ૮. માકડિયા સત્યમ્‌ જગદીશભાઈનો સમાવેશ થાય છે. જયારે જુનિયર એથ્લેટિ્‌ક્સ ઇવેન્ટમાં ૧૦૦ મીટર દોડ સ્પર્ધામાં કડછા દિનેશ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જુનિયર એથ્લેટિ્‌ક્સ ઇવેન્ટમાં ૮૦૦ મિટર દોડ સ્પર્ધામાં ગોસિયા ઓમ વિનોદભાઈ(ગોલ્ડ) મેળવીને વિજય થયો હતો. જુનિયર કરાટે/કાતા સ્પર્ધામાં વ્યાસ માધવરાય અમરીશભાઇ કરાટેમાં ગોલ્ડ મેડલ અને કાતામાં સિલ્વર મેડલ મેળવીને વિજય થયો હતો જુનિયર હોલીબોલ સ્પર્ધામાં ખેતલપાર દક્ષ ગોલ્ડ મેડલ મેળવીને વિજય થયો હતો. તમામ વિજેતાઓને શાળાનાં આચાર્ય હરિસિંહ કાછેલા તથા નિયામક ડો. આઈ.જી. પુરોહિત, મંડળ તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!