દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજાેગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા એક પી.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. ગત તા.૧૭-૭-૨૦૨૧ના રોજ ગાંધીનગર જીલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શેરીસા ગામ ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરીને ત્યાંથી રૂા.૩.૧૮ લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો. આ રેઇડના અનુસંધાને પ્રોહીબિશનની પ્રવૃત્તિની બાતમી મેળવવામાં તેમજ આવી પ્રવૃત્તિ રોકવાની નિષ્ફળતા બદલ ડી.જી.પી. દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એસ. માંજરીયાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.