ઉનાના લામધાર ગામે સદગત બે સગી બહેનોની યાદગીરી રૂપે વૃક્ષારોપણ કરાયું

0

ઉનાના લામધાર ગામની માસુમ બે સગી બહેન નિધી અને વાનિકાનું ચારેક દિવસ પહેલા ઘરમાં સુતી હતી તે સમયે સર્પે ડંશ દેતા અકાળે કરૂણ મૃત્યું થતાં પરીવારજનો અને નાના એવા ગામમાં તમામ લોકોમાં શોકની લાગણી પ્રસરી હતી. બંને બહેનોની કાયમી યાદગીરી રહે તે માટે યુવાનો દ્વારા ગામના ચોકમાં શ્રીમદ ભાગવદ ગીતાના ૧૫માં અધ્યાય અનુસાર માસુમ નિધી અને વાનિકાનાં નામે વૃક્ષોરોપણ કરી ગ્રામજનોએ શ્રધ્ધાંજલી અર્પી હતી. આ તકે સામુહિક પ્રાર્થના સભા યોજાયેલ હતી જેમાં લામધર ઉપરાંત આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બંને બહેનોને શ્રધ્ધાજંલી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!